અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ આ વર્ષે ગુજરાતના લાખો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ચોમાસાની સીઝનમાં પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાત બનાસકાંઠાની કરવામાં આવે તો અહીં પણ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. આ સીઝનમાં માત્ર 25.89 ટકા વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાય રહ્યાં છે. વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘાભાવના બિયારણ અને ખાતર લાવીને પાકની વાવણી કરી હતી. ખેડૂતોને આશા હતી કે કેનાલમાંથી પાણી મળશે, પરંતુ કેનાલમાં પાણી ન મળતા હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીની ચિંતામાં ખેડૂતો
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ ત્યારબાદ હજુ સુધી વરસાદ થયો નથી. ખેડૂતો ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. વરસાદ ખેંચાવાને કારણે હવે પાક સુકાવાનો ભય ખેડૂતોને છે. બીજીતરફ વરસાદ ખેંચાતા કેનાલમાંથી પણ પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ સ્થિતિ જોવા મળી રહી છે.


આ પણ વાંચોઃ જળસંકટના ભણકારા : ચોમાસાની અડધી સીઝન વીતી છતાં કોરુંધાકોર છે આખું ગુજરાત 


જિલ્લા સહિત લાખણી પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણીમાં આ વર્ષે સીઝનનો ફક્ત 7.27 ટકા જ વરસાદ થયો છે. તો બીજી બાજુ કેનાલો ખાલી હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણી પંથકમાં છેલ્લા 2 મહિનાથી વરસાદ પડ્યો નથી અને કેનલોમાં પાણી ન હોવાથી ખેડૂતોની નજર સામે જ તેમનો મહામુલો પાક સુકાઈ રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થતિ ખુબજ દમનિય બની છે. જો વરસાદ નહિ આવે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાદાર બની જશે. એકબાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકાર પણ ખેડૂતો સામે ધ્યાન આપતી નથી. જેથી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને કેનાલમાં પાણી ચાલુ કરી સિંચાઈનું પાણી આપવામાં આવે જેથી તેમનો મુરજાતો પાક બચી શકે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube