અંબાજીએ દર્શન કરવા જાઓ તો આ રોડથી જતા નહિ, નહિ તો મર્યા સમજો
Aambaji Temple : પાલનપુરથી અંબાજી જતા માર્ગ ઉપર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે... લોકોના આ રોડ પરથી પસાર થવામાં પણ ડર લાગી રહ્યો છે
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર -અંબાજી હાઈવે પર મેરવાડા ગામ પાસે આવેલ સાંકડો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે તેની ઉપરથી રોજના હજારો વાહન પસાર થઈ રહ્યા છે, ત્યારે પુલની બંને સાઈડની પ્રોટેક્શન દીવાલના પોપડા ખરીને પડી રહ્યા છે. જેને લઈને મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો આ પુલનું તાત્કાલિક સમારકામ કરાય તેવી માંગ કરી રહ્યા છે.
પાલનપુર -અંબાજીના મુખ્ય હાઈવે પર મેરવાડા ગામ પાસે આવેલો પુલ જર્જરીત હાલતમાં છે ,જે પુલ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે આ માર્ગ પાલનપુર અને અંબાજીને જોડતો માર્ગ હોવાથી અને નેશનલ હાઈવે હોવાથી 24 કલાક વાહનોની અવરજવર રહે છે. તો દાંતા બાજુ કોરી ઉદ્યોગ અને નજીક બનાસડેરી તેમજ વડગામ જવાનો પણ આ મુખ્ય માર્ગ હોઈ આ પુલ પરથી ભારે વાહનોનું પણ વહન થાય છે. ત્યારે ભાદરવી પૂનમે પણ અહીંથી લાખો માઈ ભક્તો આ બ્રિજ પરથી પસાર થાય છે. ત્યારે આ પુલ જર્જરિત થઈ જતા આની ઉપરથી વાહન ચલાવતા વાહન ચાલકો અને રાહદારી પણ ભય અનુભવે છે. વાહન પસાર થાય ત્યારે અકસ્માતના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. આ પુલની બંને સાઈડો જર્જરીત થઈ ગઈ હોવાથી તેમજ પુલ સાંકડો હોવાથી જો કોઈ વાહન પુલની સાઈડની દીવાલ સાથે જરાક અથડાય તો તે વાહન નીચે પડી શકે તેમ છે અને અનેક લોકોના જીવ જાય તેમ છે. જેથી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે આ પુલનું સમારકામ જલ્દી કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈનો જીવ ન જાય.
બે નંબરમાં અમેરિકા ગયા બાદ પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ, આ કિસ્સો છે અજીબોગરીબ
એક વાહન ચાલકે કહ્યું કે, આ પુલ જર્જરિત થઈ ગયો છે કોઈપણ વાહન અહીંથી નીચે પડી જાય તેમ છે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આનું સમારકામ થવું જોઈએ. અહીંથી પસાર થતા પણ હવે અમને ડર લાગી રહ્યો છે.
પાલનપુરથી અંબાજી દાંતા અને વડગામના અંદાજિત 100 ગામને જોડતો માર્ગ છે અને આ માર્ગ પર પુલ હોવાથી અનેક રાહદારીઓ અનેક વાહન ચાલકો પણ પસાર થાય છે ત્યારે વાહન પસાર થાય એટલે પુલ હલતો હોવાથી ધ્રુજારી મારે છે અને જેને કારણે વાહન ચાલકોની સલામતી જળવાતી નથી અનેક વાર આ પુલ પર અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે પુલ સાંકડો હોવાથી ગમે તે ઘડી અકસ્માતનો ભય પણ સતાવે છે અને જેને લઈને વાહન ચાલકોની તેમજ સ્થાનિકોની માગણી છે કે પુલનું વ્યવસ્થિત રીનોવેશન થાય અને આ પુલને નવો બનાવવામાં આવે પહોળો બનાવવામાં આવે તો આગામી સમયમાં અકસ્માતો નિવારી શકાય અને સલામતી પણ જળવાઈ રહે.
લાખો શું, કરોડો ખર્ચો તો પણ એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન ફરી શક્તો નથી
એક સ્થાનિક કહે છે કે, આ પુલ જર્જરિત થઈ જવાથી હવે ખુબજ જોખમી છે આનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ.