Geniben Thakor: બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમણે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!


બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો છે. ગેનીબેને જણાવ્યું હતું કે, પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો કોલર પકડીશ. DSP નો કોલર પકડતા પણ મને વાર નહી લાગે. ભૂતકાળમાં પણ તેવું કર્યું છે. અને આવનાર સમયમાં પણ કરીશું. 


ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ


ગેનીબેન ઠાકોરે પોલીસને કોઈપણ કોંગ્રેસનાં કાર્યકરને હેરાન ન કરવા આપેલી ચેતવણી બાદ બનાસકાંઠાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના