Loksabha Election 2024: લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવા થઇ ગઈ છે. છેલ્લા ગણતરીના દિવસોમાં અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાત કોંગ્રેસને બાય બાય કહીને ભાજપનો કેસરિયો ઓઢી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ માટે આજનો દિવસ પણ ભારે જણાઈ રહ્યો છે. દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાએ ભાજપના ધારાસભ્યને મત આપવાની જાહેર મંચ પરથી વાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે દિયોદર apmcમા વિવિધ પ્રકલ્પો કાર્યાના લોકાપર્ણના કાર્યક્રમ હતો. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્યના શંકર ચૌધરીના જાહેર મંચ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાએબે મોઢે વખાણ કર્યા હતા. શિવા ભુરીયાએ જણાવ્યું હતું કે, દિયોદરમાં ખુબ વિકાસ થયો છે, શંકરભાઈએ દિયોદરમાં બનાસડેરી લાવી, તેમ જિલ્લો બનાવી આપે તો.. તેવો ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જીતાડીશું. દિયોદર વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાએ ભાજપ સરકારના વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા.



મહત્વનું છે કે, તાજેતરમાં કોંગ્રેસ તૂટી રહી છે તેવા જ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. રાજકારણ વિશેષજ્ઞો અંદાજો લગાવી રહ્યા છે કે શું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાના નિવેદનથી કોંગ્રેસને વધુ એક ઝાટકો વાગશે? શું ફરી કોંગ્રેસ તૂટશે? શિવા ભુરીયા ભાજપના વિકાસ કાર્યોની વાહવાહી કરીને કેસરિયો ઓઢવાના છે? જેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે.


નોંધનીય છે કે, આજે દિયોદર APMCમાં વિવિધ પ્રકલ્પો કાર્યાના લોકાપર્ણના કાર્યક્રમમાં કોંગ્રસના પુર્વ ધારાસભ્ય શિવભાઈએ આ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.