બનાસકાંઠા: અંધશ્રદ્ધામાં ડામ આપવાથી અઠવાડિયામાં બે બાળકોના મોત
બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયામાં ડામ આપ્યા બાદ બાળકોના મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા બાદ બાળકીનું મોત નિપજતા તંત્ર આ મામલે ગંભીર બન્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે માં-બાપ બાળકોને નાની મોટી બીમારીમાં બાળકોને ડોક્ટરની પાસે લઈ જવાના બદલે ભૂવાઓ પાસે લઈ જાય છે અને તેને ગરમ સળીયા વડે ડામ અપાવે છે જેના કારણે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયામાં ડામ આપ્યા બાદ બાળકોના મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા બાદ બાળકીનું મોત નિપજતા તંત્ર આ મામલે ગંભીર બન્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે માં-બાપ બાળકોને નાની મોટી બીમારીમાં બાળકોને ડોક્ટરની પાસે લઈ જવાના બદલે ભૂવાઓ પાસે લઈ જાય છે અને તેને ગરમ સળીયા વડે ડામ અપાવે છે જેના કારણે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
આઠ દિવસ પહેલા જ વાવના દોઢ વર્ષના બાળકને ડામ આપતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે લાખણીના ગણતા ગામે એક 7 માસની બાળકીને વરાદ (ચમક) થતા તેને તેના માતા-પિતાએ થરાદના અસાસણ ગામે એક ભુવા પાસે લઈ જઈ શરીરે ડામ અપાવ્યા હતા. જોકે બાળકીની તબિયત વધુ લથડતાં તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં લેવાઈ હતી. જોકે બાળકીને ન્યુમોનિયાની અસર થઈ હતા બાળકીનું મોત નીપજ્યું હતું જેને લઈને તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે.
દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ
બાળકીને ડામ આપનાર થરાદ તાલુકાના અસાસણ ગામના વ્યક્તિનો સંપર્ક કરતા તેને કબૂલ્યું હતું કે, બાળકી તેની પાસે આવી હતી. પરંતુ ડામ તેમને આપ્યા ન હતા. તેઓએ તેને હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું તેવું તેમનું કહેવું છે. પરંતુ અસાસણ ગામના મગન ઠાકોર છેલ્લા 25 વર્ષથી બાળકોને ડામ આપે છે. જ્યારે અત્યાર સુધી અનેક બાળકોને તેઓ ડામ આપી ચુક્યા છે. પરંતુ છેલ્લા 10 દિવસથી આ ગોરખધંધો તેમને બંધ કર્યો હોવાની વાત કરી રહ્યા છે. બાળકોને જ્યારે પેટમાં ગેસ કે અન્ય કોઈ તકલીફ હોય ત્યારે તેઓ દિવા થી સોય ગરમ કરી તેમને ડામ આપતા હતા. જેને તેઓ સ્થાનિક ભાષામાં "ઠંડા" કર્યા હોવાનું કહી રહ્યા છે.
‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર
એક અઠવાડિયામાં બે માસૂમ બાળકોના ડામ આપવાથી મોત નિપજતા સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક બાળકીનું પોસમોર્ટમ કરાવવામાં આવ્યું છે જેના રિપોર્ટ આવ્યા બાદ દોષીતો સામે જુવેનાઇલ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવાની અને આવા કિસ્સા ફરીથી ન બને તે માટે જન જાગૃત લાવવાનું કામ કરવાનું શરૂ કરાયું છે.