બનાસકાંઠાના શિક્ષક ખેડૂતનો દેશી જુગાડ, કોઈએ સાંભળી પણ ન હોય તેવી ATM ખેતી કરી
એક લોક કહેવત છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. ડીસાના રસાણા ગામના એક શિક્ષક ખેડૂતે એટીએમ ખેતી શરૂ કરી છે. એટીએમ પ્રકારની ખેતી એટલે કે જે ખેતીમાંથી કોઈપણ સિઝનમાં `એની ટાઈમ મની` ઉત્પન્ન કરી શકાય છે.
અલકેશ રાવ/બનાસકાંઠા :એક લોક કહેવત છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. ડીસાના રસાણા ગામના એક શિક્ષક ખેડૂતે એટીએમ ખેતી શરૂ કરી છે. એટીએમ પ્રકારની ખેતી એટલે કે જે ખેતીમાંથી કોઈપણ સિઝનમાં "એની ટાઈમ મની" ઉત્પન્ન કરી શકાય છે.
બનાસકાંઠા જિલ્લો ભલે રણની કાંધીને અડીને આવેલો સૂકો પ્રદેશ મનાતો જિલ્લો હોય. પરંતુ આ જિલ્લાના ખેડુતો ઓછા પાણીએ વધુ ફળદ્રુપ ખેતી કેવી રીતે કરી શકાય તેના પ્રયાસો હંમેશા કરતા રહ્યા છે. આ પ્રયાસો દરમ્યાન ખેતીમાં કાઠું પણ કાઢી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના રસાણા ગામે રહેતા ભગવાનભાઇ દેસાઇ જેએ લાખણી તાલુકાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, સાથે સાથે તેઓ વારસાઇ ખેતીનો વ્યવસાય પણ કરી રહ્યા છે. ભગવાનભાઈને અન્ય ખેડૂતો કરતા અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો અને તેમને KVK સરદાર કૃષિ યુનિવર્સિટી વિભાગનો સંપર્ક કર્યો. અહીથી માર્ગદર્શન મેળવીને તેમણે પોતાના ખેતરના 3 વિઘાના ભાગમાં એટીએમ ફૂડ ક્રોપનું વાવેતર કર્યું. જેમાં ભગવાનભાઈએ 6 માસ આગાઉ પોતાના આ ખેતરમાં 15 જેટલા ઇન્ટર ક્રોપિંગનું વાવેતર કર્યું છે. જોકે આ ઇન્ટર ક્રોપિંગની ખેતીની સાથે સાથે સામાન્ય ખેતી તો આ જમીનમાં થઈ જ શકે છે. ભગવાનભાઈએ ઇન્ટર ક્રોપિંગ ખેતી કરવાની બનાવેલી રોવની વચ્ચે ઘઉં અને તમાકુનું વાવેતર તો કર્યું જ છે.
આ પણ વાંચો : સગીરાને ફ્રી ફાયર ગેમના કો-પ્લેયર સાથે થઈ ગયો પ્રેમ, બેંગલોરથી આવીને ભગાડી ગયો
ભગવાનભાઈનું માનવું છે કે, છેલ્લા કેટલાંક સમયથી કુદરત રૃઠી હોય તેમ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં વરસાદ થતો નથી અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાય છે. ત્યારે તેમના વિસ્તારમાં પણ કોઈ વખત પાણીની અછત સર્જાશે. તેવા સમયે આ ઈન્ટર ક્રોપિંગ ખેતી થકી તેમની આવક અટકશે નહીં. જોકે આ ઇન્ટર ક્રોપિંગ ખેતી બારેમાસ થતી ખેતી છે, જે થકી આ ખેતીમાંથી ફળફળાદી વેચી કોઈ પણ સમયે પૈસા ઉત્પન્ન કરી શકાય છે. તેથી આ ખેતીનું નામ પણ એટીએમ ફૂડ ક્રોપ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ફેરાના કલાકો પહેલા પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનુ અકસ્માતમાં મોત
ભગવાનભાઈએ તેમના 3 વીઘા ખેતરમાં 22 રો બનાવી તેમા આંબા, ચીકુ, અંજીર, કેળ, સરગવા, પપૈયા સહિત અલગ અલગ 15 પ્રકારનાં ફળોનું વાવેતર કર્યું છે. જોકે આ ખેતી કરવામાં ભગવાનભાઈને રૃપિયા 1 લાખ જેટલો ખર્ચ થયો છે. જોકે આવનારા સમયમાં આ ખેતી થકી ભગવાનભાઈ પોતાની સામાન્ય ખેતીની સાથે સાથે વાર્ષિક અંદાજીત 5 થી 6 લાખ રૂપિયા વધુ નફો મેળવી શકશે. ત્યારે ભગવાનભાઇની આ એટીએમ ફ્રૂટ ક્રોપિંગ ખેતી સમગ્ર વિસ્તારમાં ચર્ચાસ્પદ બની છે. લોકો ભગવાનભાઈની આ અનોખી ખેતી નિહાળવા તેમના ખેતરની મુલાકાત લેવા આવી રહ્યાં છે.
ભગવાનભાઈ કહે છે કે, મેં આ પ્રકારની ખેતી એ માટે કરી કે આપણે ગમે ત્યારે કોઈપણ સીઝનમાં આમાંથી પૈસા મેળવી શકીએ છીએ. મેં કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી તાલીમ મેળવીને ખેતી શરૂ કરી. જેનુ મને સારુ ફળ મળ્યું.