બટાટાનું વાવેતર કરતા મોટાભાગના ખેડૂતો પાયમાલ, પણ ગુજરાતનો આ એકલો ખેડૂત કેમ છે ખુશખુશાલ
આ વર્ષે બટાટાના ભાવ ગગડી જતા મોટાભાગના ખેડૂતોની સ્થતિ દયનિય થઈ છે. તો બીજી બાજુ બનાસકાંઠામાં બટાટાની ખેતી કરતાં અનેક ખેડૂતો વર્ષોથી કોન્ટ્રાકટ ફાર્મિંગ કરીને સારી કમાણી કરી રહ્યા છે.
અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ બટાટાનું વાવેતર કરતા બટાટાનું મબલખ ઉત્પાદન થયું છે.જોકે અચાનક બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોને બટાટાના વાવેતરનો ખર્ચ પણ ન નીકળતાં ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લામાં અનેક ખેડૂતોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી બટાટાનું વાવેતર કરતા તેમને બટાટાના ભાવ ઘટતાં કોઈ જ નુકશાન થયું નથી અને તેવોને બટાટાના પહેલાથી નક્કી કરેલા ફિક્સ ભાવ મળતાં તેમનામાં ખુશી ફેંલાઈ છે.
ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે આ ઉનાળુ પાકોની થશે ખરીદી, સરકારે આ કારણે લીધો નિર્ણય
આ વર્ષે બટાટાના ભાવ ગગડી જતા મોટાભાગના ખેડૂતોની સ્થતિ દયનિય થઈ છે. તો બીજી બાજુ બનાસકાંઠામાં બટાટાની ખેતી કરતાં અનેક ખેડૂતો વર્ષોથી કોન્ટ્રાકટ ફાર્મિંગ કરીને સારી કમાણી કરી રહ્યા છે. ત્યારે અમારી ટીમે કોન્ટ્રાકટ પદ્ધતિથી બટાટાની ખેતી કરતાં દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના ખેડૂત પરથીભાઈ ચૌધરી સાથે વાત કરતાં તેમને કહ્યું હતું કે હું 2005થી કોન્ટ્રાકટ પદ્ધતિથી બટાટાનું વાવેતર કરું છું અને સારી કમાણી કરી રહ્યો છું.
9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, અ'વાદમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો કાર્યક્રમ
કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરવાથી પહેલેથી જ પાકના ફિક્સ ભાવ નક્કી થઈ જાય છે, ત્યારે મંદીનો માહોલ હોય તો પણ ખેડૂતને ચિંતા રહેતી નથી. કોન્ટ્રાકટ પદ્ધતિથી ખેડૂત નુકશાનીથી બચી શકે છે. કોન્ટ્રાકટ પદ્ધતિમાં જ્યારે ખેડૂત વાવેતર કરે છે, ત્યારે કંપની તેને બિયારણ આપે છે. ત્યાર બાદ સમય અંતરે આવીને પાકની ચકાસણી કરે છે. કેવું ખાતર આપવું તે કહે છે. પાકમાં જો કોઈ દવા આપવાની જરૂરિયાત હોય તો તે આપે છે. પાકના સારા ઉત્પાદન માટે માર્ગદર્શન આપે છે, એટલે ખેડૂતને પાક ઉત્પાદન બાબતે કોઈ ચિંતા રહેતી નથી અને તેને નુકસાન આવતું નથી.
માત્ર પિતાએ પુત્રને ઠપકો આપ્યો તો કપાતરે એવું દર્દનાક મોત આપ્યું કે જાણી થથરી જશો!
અગર ખેડૂત જાતે જ બિયારણ લાવીને પોતાની રીતે ખેતી કરે તો એને સારા ભાવ મળશે તેવી ચોક્કસ શક્યતાઓ ન હોવાથી તે સતત ચિંતામાં રહે છે, અને જો ભાવ ન મળે તો ખેડૂત દેવાદાર થઈ જાય છે, માટે કોન્ટ્રાકટ પદ્ધતિથી ખેતી કરવાથી ખેડૂત સદ્ધર થાય છે. માટે આ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. મેં મારા ખેતરની 111 એકર જમીનમાં બટાટાનું કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેના પહેલાથી જ મણે 231 રૂપિયા ભાવ નક્કી કરાયો હતો. જેથી તેજી હોય કે મંદી મને નડતી નથી અને કંપનીના માર્ગદર્શન હેઠળ મેં એક એકરની અંદર એવરેજ 17 ટન બટાટાનું ઉત્પાદન કર્યું છે. જેથી મને સારી આવક મળી રહી છે.
વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી
બીજી બાજુ ઉલટાની બટાટાના ઉત્પાદન થાય બાદ કોન્ટ્રાક્ટ પધ્ધતિના કારણે ઉલટાનું કંપનીઓ ખેડૂતના ખેતરમાં આવીને તેના બટાટા ખરીદેશે જેથી ખેડૂતને ગ્રેડિંગ, લોડિંગ, પેકીંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જશે અને તેને મોટો ફાયદો થશે અને મારી જેમ ખેડૂતોને તેના પાકનો સારો ભાવ મળશે માટે હું ખેડૂતોને અપીલ કરું છું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાટાનું વાવેતર કરો. જેથી ખેડૂતને તેજી મંદીની કોઈ ચિંતા ન રહે અને ખેડૂતને કોઈ નુકસાન ન આવે.
ઉનાળું પાકના વાવેતર માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે નહીં સૂકાઈ પાક
બનાસકાંઠામાં બટાટાનું વાવેતર કરનાર મોટાભાગના ખેડૂતોને ભાવ ન મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જોકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર ખેડૂતોને મંદીની કોઈ જ અસર નડતી નથી. આપણી સાથે બટાટાનું કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરનાર ખેડૂત પરથીભાઈ ચોધરી છે તેમની સાથે વાત કરીશું.
મેટ્રોમોનિયલ સાઇટ પર તમે જીવનસાથી શોધો છો? વાંચી લો અમદાવાદની મહિલાનો ગજબનો કિસ્સો
જોકે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ પોતાની જાતેજ પોતાના ખેતરોમાં સારા ભાવ મળવાની આશાએ બટાટાનું વાવેતર કર્યું હતું પણ ભાવ ગગડી જતા ખેડૂતોને ખર્ચ પણ માથે પડ્યો છે ત્યારે હવે અનેક ખેડુતો પ્રગતિશીલ ખેડૂત પરથીભાઈ ચૌધરીના ખેતરમાં આવી રહ્યા છે અને તેમની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પદ્ધતિને સમજી રહ્યા છે અને હવે તેવો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરવાની કહી રહ્યા છે. મેં બટાટાનું વાવેતર કર્યું હતું પણ ભાવ ઘટી જતાં મને મોટું નુકસાન આવ્યું છે હવે હું અહી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ સમજવા આવ્યો છું મને બહુ સરસ લાગ્યું હવે હું પણ આજ રીતે ખેતી કરીશ.