દિલ્હીની જેમ ગુજરાતમાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના! દૂધ ભરાવવા ગયેલી યુવતી પર કારમાં જ સામૂહિક બળાત્કાર
યુવતીઓ દૂધ ભરાવીને જઈ રહી હતી ઘરે..અચાનક જ ઈકો ગાડીમાં આવી ગયા નરાધમો. યુવતીનું કર્યું અપહરણ. બાદમાં કારમાં જ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા. ત્યારે આ નરાધમો સકંજામાં આવી ગયા છે..ત્યારે કઈ રીતે આ નરાધમો પકડાયા.
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોળ નજીકથી યુવતીનું ગાડીમાં અપહરણ કરી તેની સાથે 2 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો હતો. જોકે ઘટનાની જાણ બનાસકાંઠા પોલીસને થતા બનાસકાંઠા પોલીસે એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના 500 થી વધુ સીસીટીવી ખંગોળી અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને ગુનામાં વપરાયેલા વાહન સાથે દબોચી લીધા છે અને બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી સાથે વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યું
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોળ ગામે 1 ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું બે શખ્સઓએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું અને તે બાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ જઈ બે શખ્સઓએ યુવતી સાથે વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા હડકંપ મચ્યો હતો.
બનાસકાંઠા પોલીસે LCB, SOG સહીત સ્થાનિક પોલીસની 10 ટીમો કામે લાગી!
જોકે ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને બનાસકાંઠા પોલીસે એલસીબી, એસઓજી સહીત સ્થાનિક પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી ભોગ બનેલ યુવતીનું નિવેદન લઇ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તો બે શખ્સઓ યુવતીનું ગાડીમાં અપહરણ કરી ગઢ નજીકના એક વિસ્તારમાં લઇ ગયા અને આ અજાણ્યા વિસ્તારમાં યુવતી સાથે બે શખ્સઓએ સામુહિક દુસ્કર્મ આચાર્યું.
યુવતી ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી
જો કે તે બાદ આ શખ્સઓ યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલા યુવતીને લાગ મળતા યુવતી શખ્સઓની ચૂંગલમાંથી છૂટી જીવ બચાવી નાસી છૂટી અને યુવતી ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ હતી. પરંતુ યુવતીનું અપહરણ કરી દુસ્કર્મ આચારનાર આ શખ્સઓ હતા કોણ એ શોધવું પોલીસ માટે એક કોયડારૂપ થઇ બેસતા પોલીસે યુવતીનું જ્યાંથી અપહરણ થયું ત્યાંથી ઘટના સ્થળ સુધીના 509થી વધુ સીસીટીવી ફૂટેજ ખાંગોળ્યા તો સાથે જ હ્યુમન ઇન્ટરલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી શખ્સઓએ અપહરણમાં વાપરેલી કાર સામઢી મોટાવાસ ગામના વિનસીંગ ઉર્ફે વિનુસીંગ કનુસીંગ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસીંગને ઝડપી પડ્યો હતો.
વિનુસીંગ અને વાલસીંગ નામના બે શખ્સોને દબોચ્યા!
ત્યારબાદ તેની પૂછપરછ કરી તો સામઢી મોટાવાસના વિનુસીંગે ગામના વાલસીંગ ઉદેસીંગ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સઓએ જ યુવતીનું અપહરણ કર્યું અને તેં બાદ યુવતી સાથે સામુહિક દુસ્કર્મ આચાર્યું હોવાનું ખુલતા પોલીસે અત્યારે તો વિનુસીંગ અને વાલસીંગ નામના બંને શખ્સઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે સામુહિક દુસ્કર્મની આ ઘટના બાદ હવે લોકો આ બંને નરાધમો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.