ભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવે
ghost teachers of gujarat : બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકના કેસમાં નવો વળાંક.. શિક્ષિકા ભાવના પટેલે કહ્યું, હું અમેરિકા આવી તે પહેલા લીધી હતી NOC... તો TPO બોલ્યા, રજાના રિપોર્ટમાં નથી આપ્યું NOC
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતભરમાં ભૂતિયા શિક્ષકોના નામ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. ત્યારે શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલા લેવાનો ગુજરાત સરકારે નિર્ણય લીછો. આ મામલો તૂલ પકડતા શિક્ષણ મંત્રીએ ગેરહાજર રહેતા શિક્ષકો સંદર્ભે બેઠક બોલાવી છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તો બીજી તરફ, બનાસકાંઠાની ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલ વિવાદ બાદ સામે આવી છે. તેણે કહ્યું કે, હું અમેરિકા આવી તે પહેલા NOC લીધી હતી. તો TPO એ આ મામલે જવાબ આપ્યો કે, રજાના રિપોર્ટમાં NOC આપ્યું નથી.
બનાસકાંઠાના દાંતા, વાવ બાદ હવે ભાભરની સુથારનેસડી શાળાનો શિક્ષક છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હોવાથી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્યે શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી છે. જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.
ગુજરાત પર આવશે મોટી આફત, ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખેઆખું ચિત્ર પલટાયું
તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે... એવું કહીને શાળામાં એક વિદ્યાર્થીએ બીજાને
અમેરિકા ગયેલી ભૂતિયા શિક્ષક આખરે સામે આવી
બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાતમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ભૂતિયા શિક્ષિકા કેસમાં હવે ખુદ પરદેશમાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલ સામે આવ્યા છે. ભાવનાબેન પટેલ હાલ અમેરિકામાં છે અને મીડિયામાં તેમના નામના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ હવે તેઓએ નિવેદન આપ્યું છે. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારે અમેરિકા જવાનું હતું એટેલે મારે NOC લેવાની હતી અને હું જિલ્લા પંચાયતની NOC લઈને અમેરિકા ગઈ છું. વીઝા માટે મને NOCની જરૂર હતી. હું NOC લઈને અમેરિકા ગઈ છું. મારી પાસે તમામ પુરાવાઓ છે અને હું ભારત પાછી આવીશ ત્યારે તમામ પુરાવાઓ આપીશે. આ કેસમાં શિક્ષિકા ભાવનાબેન પટેલે પોતાનાજ સાથી શિક્ષિકા પારૂલ મહેતા સામે આક્ષેપ લગાવ્યા છે. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારી સાથી શિક્ષિકા પારૂલ મહેતાએ આ કેસની પતાવટ માટે કેટલાક લોકો સાથે મળીને 5 લાખ રૂપિયાનો વ્યવહાર કરવાની વાત કરી હતી. આપને જણાવી દઈએ કે અંબાજીના પાનસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા હાલ અમેરિકામાં છે. તેમના પર આરોપ લાગ્યો છે કે તેઓ શાળામાં ફરજ બજાવતા નથી અને અમેરિકામાં રહી રહ્યા છે.
હું અને ઐશ્વર્યા તલાક લઈ રહ્યાં છે... બચ્ચન પરિવારમાં છુટાછેડાની અફવા વચ્ચે મોટુ થયુ