અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠામાં બોલિવુડ સુપર સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ જેવી ઘટના બની છે. ઈન્કમ ટેક્સના અધિકારી બનીને સોની પરિવારમાં ઘરમાં ઘૂસીને 5 શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં 4.35 લાખનો મુદ્દામાલ ઉઠાવી શખ્સો ફરાર થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી ઓળખ
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં એક અજીબો ગરીબ ઘટના બની છે. જેમાં નકલી ઇનકમટેક્સ અધિકારીઓ બની આવેલા શખ્સોએ સોની પરિવારને લૂંટયો હતો. સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા 5 શખ્સો નકલી ઇનકમટેક્સ અધિકારીઓ બની રેડ કરી હતી. ત્યારબાદ શ્રી રામ જ્વેલર્સ ચલાવતા સોની પરિવારને ડરાવી ચાંદી અને રોકડ સહિત 4.35 લાખની રકમ લઈ આરોપીઓ ફરાર થયા હતા.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
બીજી બાજુ દીકરીના લગ્ન માટે સગા સંબંધીઓ પાસેથી લાવેલ પૈસા નકલી ઇનકમટેક્સ અધિકારીઓની ગેંગ લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સ્પેશિયલ 26 જેવી જ ઘટના 
વર્ષ 2013માં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરની એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મ (સ્પેશિયલ 26)માં  અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિતની ટીમ દેશના અલગ-અલગ વિસ્તારમાં નકલી ACB, ઇન્કમટેક્સ અને પોલીસ અધિકારી બનીને લોકોને છેતરતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુર


ઉલ્લેખનીય છે કે, ચોરોએ હવે ચોરી અને લૂંટ માટે નવી પદ્ધતિ અપનાવી છે. શાતીર ચોર હવે તેમનો પ્લાન પાર પાડવા માટે ફિલ્મી સ્ટાઈલો અપનાવી રહ્યા છે. ફિલ્મની કહાનીની જેમ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અલગ-અલગ શહેરોમાં લૂંટની અનેક ઘટનાઓ સામે આવી છે.