Banaskantha News : ગુજરાતના અનેક સમાજોમાં આજે પણ લોકો રીતરિવાજોના દેવા તળે દબાયેલા જોવા મળે છે. રીતરિવાજો અને પરંપરાના નામે રૂપિયાનો ધુમાડો કરાય છે. ત્યારે ધીરે ધીરે અનેક સમાજ પરિવર્તનના માર્ગે આગળ વધી રહ્યા છે. સમાજમાંથી આવા દૂષણો દૂર થાય તે માટે સૌથી પહેલા પાટીદાર સમાજે પહેલ કરી છે. ત્યારે હવે અન્ય જાતિના લોકો પણ લગ્ન-મરણ તથા અન્ય પ્રંસગોએ થતા ખોટા ખર્ચાના નિયમોને તિલાંજલિ આપી રહ્યાં છે. આવામાં હવે ગુજરાતનો મેઘવાળ સમાજ આગળ આવ્યો છે. રવિવારે એક કાર્યક્રમમાં મેઘવાળ સમાજે સામાજિક પરિવર્તન કરવાનું નક્કી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે વિવિધ ગોળમાં વહેંચાલેયા મેઘવાળ સમાજના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. જેમાં સમાજના આગેવાનો દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા છે. આગેવાનોએ ભેગા મળીને સમાજમાં કેટલાક પરિવર્તનો સૂચવ્યા હતા. જે સમાજ સુધારાની રાહ પર લઈ જશે. આગેવાનોની મીટિંગના અંતે નિર્ણય લેવાયો કે, સમાજમાં નવુ બંધારણ લાવવામાં આવશે. મહિલાઓના મંતવ્ય આદાનપ્રદાન કરીને સમાજના હિતમાં નવા નિર્મયો લેવાશે. 


આટલા પાણીમાં આબુ કેવી રીતે જઈશું, બનાસકાંઠા-સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો


સમાજના કયા નિયમો પર પરિવર્તન આવશે


  • પાંચ સગાઓની હાજરીમાં સગાઇ વ્યવહાર, સગાઈમાં ચુંદડી, નાળિયેર અને એક જોડી કપડાં લઈ જવાં

  • સગાઈનો રૂપિયો કન્યાપક્ષ તરફથી યથાવત

  • જાનમાં માત્ર પાંચ જાનડીઓ લઈ જવી

  • કડલાંની જગ્યાએ તોડી ઝાંઝર, નાકની ચુંક કે નથડી, ગળામાં યોગ્યતા મુજબનું આભુષણ,ચુડ, પડલુ, કસુંબો, ખોળો ભરાવવો વગેરે પ્રધા બંધ કરવી

  • ડીજે સાઉન્ડ અને ફટાકડા ફોટવાનું બંધ કરવું

  • જાન સવારે વહેલા જાય સાંજે પાંચ વાગ્યે પરત વિદાય કરવી

  • પરણીને કન્યા સાસરે ત્રણ દિવસ સુધી રહી શકશે

  • લગ્ન પછી ગમે ત્યારે કન્યા તેના સાસરે જઈ શકે છે

  • લગ્નના આંણા આંજણા બંધ કરવા

  • સગાઈ પછી વર કન્યા સાથે રહેવા માંગે તો તેના પર પ્રતિબંધ

  • વિવાહ પછી જ સાથે રહેવાની છૂટ (જો કે સગાઈ પહેલાં જોઈ મળી શકે)

  • સગાઈની નોંધણી સંસ્થામાં થશે, લગ્ન નોંધણી પણ ફરજિયાત કરાશે

  • કપડાં લત્તા બંધ તેના બદલે ઓઢામણાં રોકડ રકમ આપવી

  • સ્ટીલ વાસણો બંધ તેની જગ્યાએ રોકડ રકમ આપવી

  • વાનોળામાં રોકડ રકમ આપવી

  • ફટાણાં જેવી બાબતો હવે બંધ કરવી

  • મરણ પ્રસંગે ત્રીજા દિવસે બેસણું રાખવું

  • મૃત્યુ ભોજનમાં ખીચડી કઢી જેવું સાદુ ભોજન રાખવું

  • મૃત્યુ ભોજમાં મિષ્ટાન બંધ

  • સામાજિક પ્રસંગોમાં સાત ધાન બંધ, કેફી દ્રવ્યો, દારુ અફિણ ગાંજો પોષડોડાં, દસ નંબરી ગોળીઓ વગેરે માદક પદાર્થો પર પ્રતિબંધ

  • ત્રીજા દિવસે બેઆનામાં રૂપિયા 10નો વેવાર ચાલુ રહેશે

  • મૃતકના આંગણે પિયર પક્ષે સમયે પહોંચી જવાનું રહેશે

  • બે આનાનો વેવાર દફનવિધિના દિવસે ચાલું કરી દેવાનો રહેશે

  • નાત તેડાવવી, ગંગા થાળી કોઈ વ્યક્તિના નામે તેઓની હયાતીમાંજ જીવતાં જગતિયું કરવાની છુટ

  • મરણ પછી ગંગા થાળી સદંતર બંધ

  • કોઈના અપમૃત્યુ વખતે ગુણદોષ જોઈ તપાસીને ધર્માદા સામાજિક કર કરવામાં આવે 


આમ, સમાજના અનેક રીતિરિવાજોના બદલાવ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ નવા નિયમો મોંઘવારીના સમયમાં લોકોના ખોટાખર્ચા બચાવશે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામં મેઘવાળ સમાજના લોકો રહે છે. થરાદ, વાવ અને સુઇગામ પંથકમાં મેઘવાળ સમાજ 82 ગોળ, 48 ગોળ, 42ગોળ, 32ગોળ, 10 ગામનું ગોળ જેવાં 235 પરગણાંમાં વહેંચાયેલો છે.