ગેનીબેન ઠાકોર બગડ્યા! SP-DYSP, BJP નેતાને નોટિસ પાઠવી, કહ્યું; `માફી માંગો નહીંતર...`
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વકીલ મારફતે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને નોટિસ ફટકારીને માંફી માંગવા જણાવ્યું છે.
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લા એસપી, ભાભર જિલ્લા પ્રમુખ સહિતના લોકોને નોટિસ મોકલી છે. 30 દિવસમાં નોટિસનો જવાબ આપી મીડિયા સમક્ષ માફી ન માંગે તો 5 કરોડનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને માફી માંગવા જણાવવામાં આવ્યું છે. 10 પાનાની નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ મીડિયા સમક્ષ આપવામાં નહીં આવે તો 5 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.
બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશભાઈ ઠાકોરને દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટના બાદ ગેનીબેન ઠાકોરે વકીલ મહેશ મુલાણી મારફતે જિલ્લા એસપી અક્ષયરાજ મકાવાણા, દિયોદરના ડીવાયએસપી ડી.ટી.ગોહિલ, એલસીબી કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરી અને શહેર ભાજપ પ્રમુખ અમરતભાઈ માળીને નોટિસ પાઠવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ મીડિયા સમક્ષ આપવામાં નહીં આવે તો 5 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ગેનીબેનના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવાની વાત કરી છે.