બોલ માડી અંબે..! માઈભક્તો માટે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ, તંત્ર દ્વારા કોઈ કસર નહીં
ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.
ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર ફરી એકવાર સજ્જ બન્યું છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાની તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. જી હા...પદયાત્રીઓને તમામ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવાની તંત્રએ તૈયારી દર્શાવી દીધી છે. તમને જણાવી દઈએ કે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે.
ઓગસ્ટમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમા થશે 10 ઈંચ સુધીનો વરસાદ
અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને લઇને આજે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર સાથે ઉચ્ચ અધિકારીઓની અંબાજી ભાદરવી પૂનમનાં મેળાની તૈયારી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં મેળા દરમિયાન સ્ચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 સમિતિઓની રચના કરાઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અંબાજી આવતા પદયાત્રીઓને તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તેવું આયોજન કરાશે. મંદિરમાં સરળતાથી દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાશે. અંબાજી તરફના રસ્તાઓની મરામત સમિતિ તેમજ મેળા દરમિયાન પાણી પૂરું પાડવા પાણી પુરવઠા સમિતિ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ખાસ કરી રખડતા ઢોરો ઉપર નિયત્રંણ લગાશે. આ સિવાય વિખુટા પડેલા તેમજ ગુમ થયેલા બાળકો માટે હેલ્પ સેન્ટરનું આયોજન કરાયું છે.
'ગાડી મેરે બાપ કી…' રોડ સ્ટન્ટ કેસમાં ખુદ પોલીસ જ ભરાઈ ગઈ! હાઇકોર્ટે ફટકારી નોટિસ
વિશેષ બસોનું સુવિધા
બીજી તરફ પગપાળામાંના ધામમાં આવતા યાત્રાળુઓ પોતાના ઘરે પરત આસાનીથી ફરી શકે તેને લઇ જીએસઆરટીસી દ્વારા દિવસ દરમ્યાન ટ્રીપો વધારવા તૈયારી કરાઈ છે. તો દર વર્ષ કરતા આ વર્ષે મંદિર ખુલ્લુ રહેવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે અને વધુ સમય મંદિર ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો બીજી તરફ બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને જોતા જો ભાદરવી પૂનમના મહામેળા સમયમાં વરસાદ થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત રખાશે.
ગુજરાતની ડમી સ્કૂલના દૂષણને ડામવા તંત્ર એકદમ સજ્જ: DEO કરશે સરપ્રાઇઝ ચેકીંગ
તો બીજી તરફ મેળા દરમ્યાન અંબાજીમાં ગુનો આચરતાં ખિસ્સાકાતરુઓ પર બાજનજર રાખવા સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા તો પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. મેળા દરમ્યાન પરિવારથી વિખુટા પડેલા પરિવારજનો કે બાળકોને તુરંત શોધી શકાય તે માટે પોલીસ દ્વારા 100 નંબરની હેલ્પલાઇન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
રક્ષાબંધન પર કરવામાં આવેલા ઉપાય ચમકાવી દેશે ભાઇની કિસ્મત, કરતાં જ જોવા મળશે ચમત્કાર
અંબાજીમાં ખાસ બંદોબસ્ત ગોઠવાશે
તંત્ર દ્વારા એડવાન્સમાં મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળા માટે સલામતી, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી -28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે. અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે.
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન