અલકેશ રાવ/બનાસકાંઠા :આજે બનાસકાંઠા (banaskantha) થી જાણે કુદરત રુઠી હોય તેવુ લાગી રહ્યું છે. બનાસકાંઠામાં એક સાથે બે કુદરતી આફતો જોવા મળી. એક તરફ કમોસમી વરસાદની આફત વચ્ચે બનાસકાંઠામાં ભૂકંપ (earthquake) નો આંચકો અનુભવાયો છે. સવારથી જ બનાસકાંઠાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલનપુર (palanpur) માં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. સવારે 3.46 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરથી 61 કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 


આ પણ વાંચો : ગુજરાતનું વાતાવરણ બદલાયું, બનાસકાંઠાના તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો


એક તરફ જમીની આફત વચ્ચે ઉપરથી વરસાદી આફત પણ બનાસકાંઠામાં જોવા મળી રહી છે. આજે હવામાનમાં આવેલા પલટાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અનુભવાયો છે. જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ મોડી રાતથી જ તૂટી પડ્યો છે. સવારથી જ લાખણી, થરાદ, દિયોદર, ભાભર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ નોઁધાયો છે. તો લાખણીના સેકરા, આગથળા, કોટડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તો પાડોશી જિલ્લા મહેસાણા અને પાટણમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું. મહેસાણા, કડી, બહુચરાજી, વડનગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 


ત્રણ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ (rain) ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ (monsoon) દસ્તક આપી શકે છે. 


ક્યાં ક્યાં વરસાદની શક્યતા 


  • 17 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા

  • ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 

  • 18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાત માં પણ વરસાદની શક્યતા