અલકેશ રાવ/બનાસકાંઠા: દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી 4.65 લાખની રોકડ રકમ ચોરી જતા વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જોકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને છેલ્લા 5 દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા છે. જેથી વેપારીઓ અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 લાખમાં PSI બનો! હવે સરકારી નોકરીઓમાં પણ નકલી ભરતી, જાણો ફરી કઈ ભરતીમાં થઈ ગોલમાલ?


દિયોદર નવીન માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા રાત્રે તસ્કરોએ ત્રાટકી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની શિવ ટ્રેડસ સહિત સાત દુકાનોને તાળા તોડી દુકાનોમાં રહેલા 4.65 લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે માર્કેટયાર્ડમાં ચોરી થતા વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા-રોજગાર બંધ રાખી જ્યાં સુધી તસ્કરો ન પકડાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.


દીવ ફક્ત પેલું કામ કરવા જતાં ગુજરાતીઓ ચેતી જજો! 31 ફર્સ્ટ પર પોલીસે કર્યું ખાસ આયોજન


જોકે ચોરીના 5 દિવસ વીતવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તસ્કરોને ન પકડતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેથી દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિયનના તમામ વેપારીઓ એક સંપ થઇ જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં જાહેર હરાજી, ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરી હડતાળ ઉપર બેઠા છે.જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા સૂમસામ ભાસી રહ્યું છે.


અરબ સાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય; ગુજરાતમાં ક્યાં કરાઈ છે ભયાનક વરસાદની આગાહી?


જોકે હડતાળ ઉપર ઉતરેલા વેપારીઓએ કહ્યું કે દિયોદર માર્કેટયાર્ડમાં સાત દુકાનોના તાળા તૂટવાના 5 દિવસ જેટલો સમય થવા છતાં તસ્કરો ન ઝડપાતા અમોએ ચોક્કસ મુદત માટે દિયોદર માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.જેથી જ્યાર સુધી તસ્કરો નહિ ઝડપાય ત્યાર સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. આ અંગે દિયોદર માર્કેટયાર્ડ કાર્યાલયમાં અમે લેખિત જાણકરી આપી હડતાળ આરંભી છે. આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે માર્કેટયાર્ડને હડતાળ રહેતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાનું દુઃખ પણ વેપારીઓ વ્યક્ત કર્યું હતું.


ગુજરાતનાં ત્રણ જિલ્લામાં દીપડાનો આતંક; એક જિલ્લામાં 7 વર્ષના બાળક પર હુમલો કરતા મોત


માર્કેટયાર્ડમાં થયેલ ચોરી બાબતે એક બાજુ વેપારીઓમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ પોલીસનું કહેવું છે કે આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.ડોગ સ્કવોર્ડ,એફએસએલ તેમજ સીસીટીવી ફૂટેજના મદદથી તપાસ ચાલી રહી છે.ટૂંક સમયમાં તસ્કરોને ઝડપી લઇશું.