ક્રિકેટમાં ઝળક્યું નવાબોની નગરીનું ટેલેન્ટ, પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 ટીમમાં સ્થાન મેળવ્યું
પાલનપુરની સામાન્ય પરિવારમાંથી આવતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે અને હવે નેશનલ કક્ષાએ રમવાનું તેનું સપનું છે, ત્યારે મામાને ઘરે રહીને ઉછરેલી આ દીકરીને કોચ અને શાળાએ સહયોગ આપતા પાયલ ઠાકોરનું આત્મબળ વધતા તેને અથાગ પરિશ્રમ કરીને પણ પોતાના સપના સાકાર કરવા મથી રહી છે.
અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુરની સામાન્ય પરિવારમાંથી આવતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે અને હવે નેશનલ કક્ષાએ રમવાનું તેનું સપનું છે, ત્યારે મામાને ઘરે રહીને ઉછરેલી આ દીકરીને કોચ અને શાળાએ સહયોગ આપતા પાયલ ઠાકોરનું આત્મબળ વધતા તેને અથાગ પરિશ્રમ કરીને પણ પોતાના સપના સાકાર કરવા મથી રહી છે.
પાલનપુરમાં સામાન્ય વિસ્તારમાં અને સામાન્ય પરિવારમાંથી આવતી પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 ની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ધોરણ આઠમાં પાલનપુરની સરકારી બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરનું નાનપણથી સપનુ હતું કે, એ ક્રિકેટ રમે. તેથી પરિવારનું ગુજરાન ચલાવતા તેના મામાએ પાયલનું આ સ્વપ્ન પૂરું કર્યું અને સ્કૂલ ઓફ સાયન્સ ક્રિકેટ એકેડમીમાં તેને પ્રવેશ અપાવ્યો. પાયલ સતત ત્રણ વર્ષ છોકરાઓ સાથે રમી છે અને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરી છે. પાયલ ક્રિકેટમાં મિડલ ઓર્ડર સારું રમી શકે છે અને તેના આ ટેલેન્ટને લઈને અંડર-15 માં સ્થાન મળ્યું છે. આગામી 23 તારીખે પાયલ ઠાકોર જયપુર ખાતે પાંચ અલગ અલગ રાજ્યો સાથે ક્રિકેટ મેચ રમશે. જ્યાં સારું પરફોર્મન્સ કરીને આગળ સ્ટેટ લેવલે રમવાની તેમની મહત્વકાંક્ષા છે. સાથે સાથે નેશનલ કક્ષાએ રમી અને પાલનપુર તેમજ રાજ્યનું નામ રોશન કરવાની પણ તમન્ના છે.
ખેલાડી પાયલ ઠાકોર કહે છે કે, આજે મારુ સપનું પૂરું થયું છે અને હું ખુબ જ ખુશ છું. તો તેના મામા સની ઠાકોર કહે છે કે, મારી ભાણીનું ક્રિકેટમાં આગળ જવાનું સપનું હતું, જે તે હવે સાકાર કરી રહી છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતી પાયલનું ક્રિકેટ રમવાનું સપનું હતું અને તેનામાં પ્રતિભા જોઈને પાલનપુરની સ્કુલ ઓફ સાયન્સમાં એકેડમીમાં પ્રવેશ અપાયો હતો. જ્યાં સ્કૂલ ઓફ સાયન્સના મેદાન પર સતત ત્રણ વર્ષથી તે પ્રેક્ટિસથી કરી છે. ત્યારે પાયલની પ્રતિભાને લઈને કોચે પણ અલગથી નેટ પ્રેક્ટિસ આપી. તેમજ પાયલ પાછળ તથા મહેનત કરી છે અને અંડર 15 માં સ્થાન મેળવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પણ પાયલને સ્કુલ ઓફ સાયન્સમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે આગામી સમયમાં પાયલ પોતાની પ્રતિભા બતાવીને નેશનલ કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરે તેવી તમન્ના છે.
તેના કોચ સતીશ દેસાઈએ કહ્યું કે, પાયલ ઠાકોર ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે અને આજે તેનું સપનું પૂરું થયું છે અને મારી TCC એકેડમીની સમગ્ર દેશના નામ રોશન કર્યું છે.