Banaskantha Post Office અલકેશ રાવ/બનાસકાંઠા : "ઘાટ કરતા ઘડામણ વધી" આ ગુજરાતી કહેવત કદાચ તમે ક્યાંક સાંભળી જ હશે. પરંતુ આ જ કહેવત યથાર્થ થઈ છે પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસમાં. જી હા પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલું પોસ્ટ ઓફિસ એ કદાચ દેશનું પ્રથમ એવું પોસ્ટ ઓફિસ હશે કે જ્યાં 50 પૈસાનું પોસ્ટકાર્ડ કે પોસ્ટને લગતી અન્ય કોઈપણ કામગીરી અર્થે પોસ્ટ ઓફિસમાં પ્રવેશવું હોય તો લેવી પડે છે ₹10 ની પ્લેટફોર્મ ટિકિટ. કયા કારણોસર આવું થઈ રહ્યું છે. કેમ લોકોને કારણવગર લૂંટાવું પડી રહ્યું છે આવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ સુધી જવાનો એક જ માર્ગ રેલવે સ્ટેશન છે 
પોસ્ટ ઓફિસમાં પ્રવેશવા પ્લેટફોર્મ ટિકિટ ચૂકવવી પડે આ વાક્ય સાંભળીને કદાચ તમને આશ્ચર્ય તો થયું જ હશે. પણ હા આ વાત સાચી છે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલું રેલ્વે મેઈલ સર્વિસની પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરવા માટેના તમામ માર્ગો બંધ થઈ જતા હવે આ પોસ્ટ ઓફિસમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર થઈને જ પ્રવેશી શકાય છે અને તેને જ કારણે રેલવેના નિયમો અનુસાર પ્લેટફોર્મ ટિકિટ લેવી જ પડે છે. અને એટલે જ આ પોસ્ટ ઓફિસના કામ અર્થે આવતા પોસ્ટના ગ્રાહકોનું પોસ્ટનું કામ મોંઘુ બન્યું છે..


પોસ્ટ અધિકારીએ પણ સ્વીકાર્યું કે ગ્રાહકો આવતા નથી 
ગ્રાહક દિનેશભાઈ કહે છે કે, અમારે પોસ્ટ ઓફિસના કામમા આવતા મુશ્કેલી પડી રહી છે. આવું કેમ તે જાણીએ. તો અન્ય નાગરિક સિતાબ કાદરીએ જણાવ્યું કે, પોસ્ટના કામ માટે રેલવે પોસ્ટ ઓફિસ જવા પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે, જે વાજબી નથી. આ નિયમ બદલાવો જોઈએ. તો સાથે જ પોસ્ટ અધિકારી સમીરભાઈ ઘસુરા પણ સ્વીકારે છે કે, આ પોસ્ટ ઓફિસમાં પ્લેટફોર્મ ટિકિટ હોવાથી અમારા ગ્રાહકો તૂટ્યા છે. લોકો અહી સુધી આવતા નથી. 


આ પણ વાંચો : 


ખુશખબર! મતદાન માટે નહીં ખાવા પડે ધક્કા, જ્યાં કામ કરતા હશો ત્યાંથી જ કરી શકશો મતદાન


હીરાબાના સ્વાસ્થ્ય અંગે મોટા અપડેટ, જાણો તબીબોએ શું કહ્યું, CM એ આજે પણ મુલાકાત કરી


આકરી એન્ટ્રી હોવાથી લોકો આવતા નથી 
રેલવે મેઈલ સર્વિસની પોસ્ટ ઓફિસ એ કોઈ નવી પોસ્ટ ઓફિસ નથી પરંતુ વર્ષો જૂની જ આ પોસ્ટ ઓફિસ છે. જો કે થોડા સમય અગાઉ આ પોસ્ટ ઓફિસમાં રેલવે ક્વાર્ટરના માર્ગેથી પ્રવેશી શકાતું હતું, પરંતુ થોડા સમય અગાઉ જ રેલવે સ્ટેશનની બહારથી એક ડીએફસીસીની રેલ્વે લાઈન પસાર થતાં પોસ્ટ ઓફિસમાં પ્રવેશવાનો સીધો માર્ગ બંધ થઈ ગયો છે. હવે જો આ પોસ્ટ ઓફિસમાં જવું હોય તો સ્ટેશનની બહાર બનાવેલા ભોયરા કે એસકિલેટરના ઉપયોગથી સૌ પ્રથમ પ્લેટફોર્મ પર જવું પડે છે અને તે બાદ જ પોસ્ટ ઓફિસમાં પહોંચી શકાય છે. અને એ પણ પ્લેટફોર્મ ટિકિટ લઈને જ. તેને લઈને આ પોસ્ટ ઓફિસમાં એવી અસર પડી છે કે પોસ્ટના ગ્રાહકો તૂટી ગયા છે અને જે ગ્રાહકો આવી રહ્યા છે તેઓ પણ પ્લેટફોર્મ ટિકિટના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.


કર્મચારીઓને પણ લેવી પડે છે પ્લેટફોર્મ ટિક્ટ
મહત્વની વાત છે કે આ મોંઘીદાટ પોસ્ટ ઓફિસનો ભોગ માત્ર ગ્રાહકો જ નહિ, પરંતુ અહીં સર્વિસ કરી રહેલા જે સ્ટાફ છે તેમને પણ પાર્કિંગના પણ અલગથી પૈસા ચૂકવવા પડી રહ્યા છે તો રેલ્વે દ્વારા આપેલું ટોકન જો પોસ્ટના કર્મચારી ઘરે ભૂલી જાય તો તેમને પણ આ જ પ્લેટફોર્મ પરથી પસાર થવાનો ચાર્જ ચૂકવવો પડે છે.


જોકે પોસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માર્ગને લઇ પોસ્ટ વિભાગે અગાઉ અનેકવાર રેલવે વિભાગને રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે રોષે ભરાયેલા ગ્રાહકો અત્યારે તો રેલવે અને પોસ્ટ વિભાગ સંકલનમાં રહી પોસ્ટ ઓફિસમાં આવવાનો કોઈ માર્ગ ફાળવે અથવા તો આ પોસ્ટ ઓફિસ ને રેલવે સ્ટેશનથી બહારના ભાગમાં ખસેડવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો : અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય, વધુ 29 સેન્ટર પર 5 રૂપિયામાં ભોજન મળશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube