ભારે મુસીબત થઈ! લોકો હવે આ રીતે પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટ વટાવવા નીકળ્યા
RBI to withdraw Rs 2000 currency note from circulation : બે હજાર રૂપિયાની નોટો બંધ થવાના સમાચાર પછી તેની અસર બજાર પર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં અનેક લોકો 2 હજાર રૂપિયાની નોટ લઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા અને નોટ વટાવવા આવી રહ્યાં છે. જોકે કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યાં છે. કેટલાક લોકો આ નિર્ણયને ખોટો અને ગેરવ્યાજબી ગણાવ્યો હતો
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ભારતીય રિઝર્વ બેંકે 2 હજાર રૂપિયાની નોટ સર્ક્યુલેશન માંથી પાછી ખેંચી લીધી છે અને RBIએ બેન્કોને 30 સપ્ટેમબર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. જોકે એક સમયે લોકો બેંકમાં ફક્ત 10 નોટો જ બદલી શકશે તો બેંક પણ હવે 2 હજારની નોટ ગ્રાહકોને નહિ આપે તેવો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે આ નિર્ણય કરતા બનાસકાંઠાના પાલનપુરમાં અનેક લોકો 2 હજારની નોટ લઈને પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ પુરાવીને નોટ વટાવવા આવ્યા હતા. તો અનેક લોકોએ આ નિર્ણયને ખોટો અને ગેરવ્યાજબી ગણાવ્યો હતો. લોકોનું કહેવું છે કે જો 2 હજારની નોટ બંધ જ કરવી હતી તો શરૂ શુ કરવા કરી અને જો નોટ જ બદલવી હોય તો એક દિવસમાં ફક્ત 10 નોટો જ કેમ જો દિવસમાં એક વ્યક્તિની 10 નોટો જ બદલવામાં આવશે તો બેંકોમાં લાઈનો લાગશે અને લોકો ફરીથી હેરાન થશે એના કરતાં સરકારે એવો નિર્ણય કરવો જોઈતો હતો કે જેટલી નોટો લોકો પાસે હોય એ એક જ દિવસમાં બદલી આપે તો લોકો હેરાન ન થાય.
પાલનપુરના મહેન્દ્રભાઈએ જણાવ્યું કે, જો 2 હજારની નોટ હવે બદલવી જ હતી તો ચાલુ શુ કરવા કરી આમાં લોકો ફરીથી હેરાન થશે. તો અન્ય સ્થાનિક સબીબભાઈએ જણાવ્યું કે, બેંકે રોજની 10 નોટો જ બદલવાની વાત કરી છે તે યોગ્ય નથી તો તેનાથી લોકો હેરાન થશે.
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો
જોકે 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. તેમજ આ નોટો પરત ખેંચાઈ રહી છે તેને અનેક લોકો આવકારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આનાથી બ્લેકમની રોકાશે અને જે લોકોએ 2 હજારની નોટો સંઘરી રાખી છે. તેને સમસ્યા છે બાકી લોકોને કોઈ જ સમસ્યા નથી અને આમ પણ બેન્ક કેટલાય સમયથી 2 હજારની નોટ ગ્રાહકોને આપતી ન હતી એટલે લોકો પાસે વધારે નોટો નથી. જેથી લોકોને કોઈ જ તકલીફ નહિ પડે ઉલટાનું દેશની સ્થતિ મજબૂત થશે જેથી આ નિર્ણય ખુબજ યોગ્ય છે.
ગુજરાતમાં હિન્દુત્વને ટકાવી રાખવા દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી, 530 દીકરીઓએ કટાર ભેટ
એક સ્થાનિકે જણાવ્યું કે, સરકાર અને રિઝર્વ બેંકનો આ નિર્ણય ખુબજ સારો છે એનાથી બ્લેક મની બહાર આવશે. આમ પણ બેંકે ઘણા સમયથી 2 હજારની નોટ આપવાનું બંધ કર્યું હતું આનાથી કોઈ જ હેરાન નહિ થાય. 2 હજારની નોટ બંધ નથી થઈ લોકો પાસે નોટ બદલાવવા માટે બહુ સમય છે.