અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાની રાજસ્થાન -ગુજરાતને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી બનાસકાંઠા પોલીસએ ખાનગી બસમાંથી કરોડોના ડ્રગ્સની હેરાફેરી કરતી ઘાના દેશની રહેવાસી અને નાઇઝેરિયન પાસપોર્ટ સાથે મહિલાને ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. પોલીસે મહિલા સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડોના ડ્રગ્સ સાથે વિદેશી મહિલા ઝડપાઈ
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગુજરાત રાજસ્થાન ને જોડતી અતિ સંવેદનશીલ બોર્ડર અમીરગઢ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે ઘાના દેશની મહિલા ઝડપાઈ છે. રાજસ્થાનમાં વિધાનસભાંની ચૂંટણીઓને લઇ મોડી રાત્રે બનાસકાંઠાની અમીરગઢ, એલસીબી અને એસઓજી પોલીસ અમીરગઢ ચેકપોસ્ટ પર તપાસમાં હતી, તે દરમિયાન બોર્ડર પરથી શ્રીનાથ નામની એક ખાનગી ટ્રાવેલ્સ બસ પસાર થઈ. જો કે બોર્ડર પરથી પસાર થઇ રહેલી આ ખાનગી બસની પોલીસએ તલાસી લીધી તો પોલીસ તપાસ દરમિયાન બસમાં સવાર એક મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસને આ મહિલા પર શંકા ગઈ અને પોલીસે તેની તપાસ કરી તો મહિલા પાસેથી અલગ અલગ જગ્યાએથી 4.268 કિલોગ્રામ જોક્સ મળી આવ્યું. જેની અંદાજીત બજાર કિંમત 4,26,80000 રૂપિયા થાય છે.


પોલીસ અસમજસમાં પડી ગઈ
જોકે ખાનગી બસમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા પાસેથી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે મહિલાને ડ્રગ્સના મુદ્દામાલ સાથે દબોચી લીધી અને અમીરગઢ પોલીસ મથકે લાવી મહિલાની પૂછપરછ કરી તો મહિલા ઘાના દેશની હોવાનું અને તેનું નામ વાકાઈગો રીજોઇશ પોલ હોવાનું સામે આવ્યું. જો કે પોલીસે મહિલા પાસે રહેલા પર્સની તપાસ કરી તો પર્સમાંથી એક પાસપોર્ટ મળી આવ્યો જે પાસપોર્ટ નાઈઝોરિયન હોવાનું સામે આવતા પોલીસ અસમજસમાં પડી ગઈ. 


પોલીસ અસમજસમાં પડી ગઈ
જોકે પોલીસે મહિલાની વધુ પૂછપરછ કરી તો આ મહિલા આ ડ્રગ્સ દિલ્હી થી લાવી હોવાનું અને મુંબઈ લઈ જતી હોવાનું કબુલ્યું હતું જો કે આ મહિલાએ તે આ ડ્રગ સાથે અમદાવાદમાં રોકાવાની હોવાનું પણ ચોંકાવનારી વાત પોલીસને જણાવી હતી. તો બીજી તરફ પોલીસ તપાસમાં આ મહિલા 2021માં 2 માસ માટેના વિઝા સાથે દિલ્હી આવ્યું હોવાનું અને ત્યારથી જ વિઝાનો ભંગ કરી દિલ્હીમાં રહેતી હોવાનું ખુલતા પોલીસે અત્યારે તો આ મહિલા સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આ મહિલા સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે. આ મહિલા અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.