બનાસકાંઠા અકસ્માતમાં મોતને ભેટનાર પોલીસના બાતમીદાર નીકળ્યા, દારૂની ગાડીનો પીછો કરતા હતા
Accident News : બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારે સ્કોર્પિયો કાર પલટી... કાર પલટી જતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત... અકસ્માતમાં પોલીસના 3 બાતમીદારોના નિધન, 4 જવાનો ઘાયલ થયા છે
Banaskantha News બનાસકાંઠા : બનાસકાંઠાનો ધાનેરા થરાદ હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે. ધાનેરા -થરાદ હાઇવે પર આજે વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી. ગાડી પલટી જતા થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો અન્ય 4 લોકો થયા ઇજાગસ્ત થયા હતા. ત્યારે ત્રણેય મૃતકો પોલીસના બાતમીદારો હોવાનુ સામે આવ્યું છે. તેમજ ચાર ઘાયલ પોલીસ જવાન હતા. દારૂની ગાડીનો પીછો કરતી વખતે સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
બન્યુ એમ હતું કે, થરાદ ધાનેરા હાઈવે પર મળસ્કે એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે આવી રહી હતી. આ સ્કોર્પિયો ગાડી 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત અને ટક્કર એટલો ભયાનક હતો કે, સ્કોર્પિયો ગાડીના ભૂક્કે ભૂક્કા નીકળી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકો કોણ છે તેની હજી માહિતી સામે આવી નથી. પરંતુ મૃત્યુ પામાનરા લોકો પમરુ ગામના હોવાનું જાણવા મળ્યું છે. સ્કોર્પિયો ગાડી કોઈનો પીછો કરતી સમયે પલટી હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આખરે અકસ્માત પહેલા શું બન્યુ હતું તે જાણવા માટે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે તેમાં વધુ એક ઘટસ્ફોટ થયો હતો કે, ત્રણેય મૃતકો પોલીસના બાતમીદારો હતા અને દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા હતા.
ગુજરાતે આજે નવો ઈતિહાસ રચ્યો : સિંગાપોરને બદલે ગાંધીનગરની ગિફ્ટ સિટીથી થશે ટ્રેડિંગ
પોલીસ તપાસ બાદ સામે આવ્યું કે, પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ચોરા પરબડીથી દારૂની ગાડીનો પીછો કરતી વખતે કાર પલટી મારી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
દ્વારકા મંદિરમા ફરી બદલાયો ધજા ચઢાવવાનો નિયમ : આજથી પાંચના બદલે છ ધજા ચઢશે, જાણો કેમ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : આજથી 3 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી