એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ઇતિહાસમાં નવો અધ્યાય લખાયો
- બનાસડેરી દ્વારા દેશી કાંકરેજી ગાયમાં ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિનો કરાયો શુભારંભ
- હવે દૈનિક 25 લીટર દૂધ આપતી બનાસની આગવી ઓળખ કાંકરેજી ગાય સાચા અર્થમાં કામધેનુ સાબિત થશે
અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસ ડેરી (banas dairy) એ ભારતમાં સૌ પ્રથમવાર કહી શકાય તેવી દેશી ગાયોની ઓલાદ સુધારણા માટે ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિ (એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી) નો પ્રારંભ કરાવાયો છે. દિયોદરના રૈયા પશુસુધારણા ફાર્મ ખાતેથી શંકર ચૌધરી અને બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં તેનો શુભારંભ કરાયો છે.
કાંકરેજી ગાયો વધુ દૂધ આપે છે. તેના અંડપિંડમાંથી અંડકોષ લઈને ઉચ્ચ ઓલાદના કાંકરેજી નંદીના બીજ સાથે ફલીનીકરણ કરાશે. લેબોરેટરીમાં તેનો ગર્ભ તૈયાર કરી ઓછું દૂધ આપતી ગાયમાં તે ગર્ભનો વૈજ્ઞાનિક ઢબે પ્રત્યારોપણ કરાશે. આમ, દૈનિક 25 લિટર દૂધ આપતી કાંકરેજી ગાયની વાછરડી પેદા કરવાનો મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
આ પણ વાંચો : 12 વર્ષની ઉંમરે ખબર પડી કે તે અંદરથી પુરુષ નહિ પણ સ્ત્રી છે... આજે મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનની ઓળખ
આ પ્રોજેક્ટ અંતર્ગત આવી પાંચ ગાયોને NDDB આણંદ મોકલીને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ગાયના ગર્ભને રૈયા ખાતે લાવીને NDDBના નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા તેનું ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
આજદિન સુધી એચ.એફ ગાયમાં આવો પ્રયોગ થતો હતો, પરંતુ દેશી ગાયોમાં આ પ્રમાણેનો સફળ પ્રયોગ ભારતભરમાં સૌ પ્રથમવાર બનાસ ડેરીએ કાંકરેજી ગાય પર કર્યો છે. ત્યારે આ પ્રયોગથી દેશી ગાય વધુ દૂધ આપશે.