અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા ટેટોડા ગામ નજીક અસામાજિક તત્વો દ્વારા મહિલાની પજવણી કરાતો વીડિયો વાઇરલ થયો છે. અસામાજીક તત્વોએ બળજબરીપૂર્વક આધેડ યુવક-યુવતીને કારમાં બેસાડી વીડિયો ઉતારી યુવક પાસે રૂ. 1 લાખની માગ કરી રૂ. 20 હજાર પડાવવામાં આવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો માટે કરો ક્લિક- બનાસકાંઠા:યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી કરી પજવણી


મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકમાં આવેલા ટેટોડા ગામની આ ઘટના છે. આધેડ યુવક યુવતી કારમાં બેઠા હતાં. ત્યારબાદ આ ઇસમો દ્વારા યુવતી સાથે કારમાં અભદ્ર વર્તન કરી વીડિયો બનાવામાં આવ્યો અને યુવતી સાથે કારમાં બેઠેલા યુવક પાસે એક લાખ રૂપિયાની માગ કરીને રૂપિયા પડાવવામાં આવ્યાં.  યુવતીને બદનામ કરવાના ઇરાદે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો.


આ સમગ્ર મામલે પીડિત મહિલાએ ડીસા પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.