Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં એક મકાન ઉપર મકાન માલિકે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ તેવું લખીને પોસ્ટર મારતાં હડકંપ મચી ગયો હતો. પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોર્ડ કઢાવી દઈ તપાસ હાથ ધરી છે. જોકે યુવકે દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને બોર્ડ મારતા પોલીસની ભૂમિકાઓ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ મળતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે, ત્યારે પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક મકાન ઉપર મકાન માલિક યુવક જીતેન્દ્ર ઠાકોરે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ લખીને પોસ્ટર મારતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈને એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે યુવકના ઘરની નજીક દારૂનું વેચાણ થતું હતું અને અનેકવાર દારૂડિયાઓ યુવકના ઘરે આવીને દારૂ ક્યાં મળે છે તેવી પૂછપરછ કરતા હતા જેથી આખરે કંટાળીને યુવકે આ પ્રકારનું બોર્ડ માર્યું હતું.


પાંચ ચોપડી ભણેલા ગુજરાતી કવિની આગાહી સામે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ પણ ફિક્કા


જોકે યુવકે બોર્ડ મારતા તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને યુવકના ઘર આગળ લગાવેલું પોસ્ટર કાઢી મૂક્યું હતું અને દારૂ વેચવાની શંકાના આધારે વ્યક્તિને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ મામલે પોલીસે કોઈ જ ફરિયાદ નોંધી ન હતી. જોકે આ સમગ્ર મામલો ગંભીર થતાં પોતાના ઘર આગળ પોસ્ટર મારનાર યુવકે આ મામલે કશુંજ બોલવાનું ટાળ્યું હતું. જોકે યુવક કોઈ ડરના કારણે બોલી નથી રહ્યો કે પછી કોઈ અન્ય કારણ છે તે સ્પષ્ટ થતું નથી. 


પોસ્ટર લગાવનાર યુવક જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે, હું આ મામલે હાલ કશુંજ બોલવા તૈયાર નથી તમે ગમેં તે કહો પણ હું કશુંજ બોલીશ નહિ. 


ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video


પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારના એક મકાન ઉપર દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે તેવું પોસ્ટર માર્યું હતું. જે ઘર ઉપર પોસ્ટર લાગ્યું હતું તે ઘરે ઝી 24 કલાકની ટીમ પહોંચતા પાલનપુર પૂર્વ પોલીસ હરકતમાં આવી હતી અને જ્યાં પોસ્ટર લાગ્યું હતું. તે ઘરે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઇ સહિત ડી સ્ટાફનો કાફલો પહોંચ્યો હતો અને જે ઘર ઉપર પોસ્ટર લાગ્યું હતું, તેના બાજુના ઘરે જઈને ત્યાં દારૂ વેચાય છે કે નહીં તેવી વિડિઓ રેકોર્ડિંગ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં બાજુના ઘર માંથી કશુંજ મળ્યું નહતું. પરંતુ આ મામલે પોલીસ ઇન્સપેક્ટર એસ કે પરમારે કશુંજ બોલવાનું ટાળ્યું હતું.


યુવકે ઘર ઉપર દારૂ બાબતે પોસ્ટર મારતા પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો બાજુના ઘરે દારૂ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.


ગુજરાતીઓ રામભરોસે! Coronaના ફફડાટ વચ્ચે નથી વેક્સિન, કેન્દ્રએ આપ્યો આ જવાબ