મૌલિક ધામેચા/ અમદાવાદ: ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશની આતંકી સંગઠન અન્સારુલ્લા બંગલા ટીમના એક આતંકીની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આતંકી સંગઠનને અલ-કાયદાની સીસટર કન્સર્ન આંતકી સંગઠન પણ કહેવામાં આવે છે. ચોંકાવાનારી વાત તો એ છે કે, આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો. અને ભારતથી બાંગ્લાદેશ જઈ તેને ચાર હત્યાને અંજામ પણ આપી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ગિરફતમાં આવેલા આ શખ્સનુ નામ અજોમ સમસુ શેખ ઉર્ફે ફકીર છે. આ શખ્સની ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે શાહઆલમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ શખ્સ ઉપર ખુબજ ગંભીર આરોપ છે. મળતી માહિતી પ્રમાણે આ શખ્સ બાંગ્લાદેશમાં આંતક ફેલાવનાર સંગઠન એબીટીનો સભ્ય છે. ક્રાઈમ બ્રાંચે આંતકી પાસેથી ભારતના અલગ-અલગ ખોટા દસ્તાવેજો કબ્જે કર્યા છે. 


વધુમાં વાંચો...અમદાવાદ: પોલીસ દ્વારા એવું તે શું કરવામાં આવ્યું કે કાંકરિયા કાર્નિવાલમાં ક્રાઇમ ઘટ્યું


પોલીસનુ કહેવુ છે કે, આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહે છે અને ભારતની નાગરિકતાનુ આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવી લીધા છે. તપાસમાં બહાર આવ્યુ છે કે, વિરમગામમા અખ્તર નામના એજન્ટ મારફતે તેને ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવ્યા છે. અને તેના આધારે તે ગુજરાતમાં ચંડોળા,જમાલપુર,વિરમગામ,જામનગર,કરજણ,ભરુચ,અમોદ જેવી અલગ-અલગ જગ્યાએ રહી મજુરી કામ કરતો હતો.


વધુમાં વાંચો...ટ્રસ્ટના નામે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાનું કૌભાંડ, ચાર લોકોની ઘરપકડ


ગુજરાતની અલગ-અલગ એજન્સીઓ આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, વર્ષ 2016-17 વર્ષ દરમ્યાનને ભારતની બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશમાં ગયો હતો. અને ત્યાં તેને પોતાના જમાઈ સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી. ચારેય શખ્સોની હત્યા કર્યા બાદ તેને તેમની લાશ પોતાના ઘરની બહાર આવેલ કંપાઉન્ડમાં દાટી દીધી હતી.  જેમાંથી બે લાશ બાંગ્લાદેશ પોલીસ કબ્જે કરી છે. 


વધુમાં વાંચો...સુરત મુંબઇ રેલવેમાં પાસ ધારકોની ખુલ્લી દાદાગીરી આવી સામે, જુઓ વીડિયો


પોલીસ તપાસમાં આરોપી કહે છે કે, તેને રુપિયા માટે આ હત્યા કરી છે. પરંતુ પોલીસનુ કહેવુ છે કે, તે ગેરમાર્ગે દોરી રહ્યો છે. ત્યાંના નાસ્તિક બલોગર્સ એટલે કે, સુધારાવાદી લોકોની હત્યા કરી છે. જે લોકો 100 ટકા ઈસ્લામને નથી માનતા તે લોકોની આ આંતકી સંગઠન હત્યા કરી નાખે છે. આ સગંઠન પાસે રુપિયા ઓછા થાય તો આ લોકો લુંટ પણ ચલાવે છે. ભુતકાળમાં આ સંગઠન રુપિયાના કારણે બંધ થઈ ગયેલ પરંતુ વર્ષ 2013માં નવા નામ સાથે સામે આવ્યુ હતુ. 


વધુમાં વાંચો...થપ્પડકાંડ બાદ વધી જશે અલ્પેશ કથીરિયાની મુશ્કેલીઓ


સવાલ એ ઉભો થાય છે કે આ શખ્સે છેલ્લા 15 વર્ષમાં ભારતમાં કોઈ ગુનાહિત કામ કર્યુ છે કે નહિ? સવાલ એ પણ છે કે, ગુજરાતમાં તેને આતંકી પ્રવૃત્તિ માટે કામ કર્યુ છે કે નહિ? ક્રાઈમ બ્રાંચે તેના આઠ દિવસના રિમાંડ મેળવ્યા છે. અને રિમાંડમાં અન્ય માહિતી સામે આવે તેવી પણ શક્યતાઓ છે.