શૈલેષ ચૌહાણ/ઇડર : નાગરિક બેંકમાં ચાર દિવસ પહેલા રૂ ૧૦ લાખ ગુમ થયા બાદ પત્તો નહિ લાગતા આખરે ઇડર પોલીસ સ્ટેશનમાં બેંકના કોઈ કર્મચારીએ ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ બેંકના સીઈઓએ નોધાવી હતી. જેને લઈને પોલીસે પણ તપાસ તેજ કરી બેંકના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં જવાનપુરા ખાતે ઇડર નાગરિક સહકારી બેંક આવેલી છે. જે બેંકના સ્ટ્રોંગરૂમમા કેશિયરે ૧ કરોડ ૧૩ લાખની સિલક મૂકી હતી. જયારે ગણતરી કરી ત્યારે ૧ કરોડ ૩ લાખ થઇ હતી. જેને લઈને રૂ ૧૦ લાખ ગુમ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના ફરી આવી ગયો? અમદાવાદમાં અહીં પરમ દિવસે 1 કેસ આવ્યો આજે સીધા જ 16 કેસ


જેને લઈને બેન્કના સત્તાવાળાઓએ બેઠક કર્યા બાદ ઇડર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ચાર દિવસ બાદ રૂ ૧૦ લાખનો કોઈ પત્તો નહિ લાગતા બેન્કના સીઈઓએ આખરે રૂ ૧૦ લાખ બેંકના સ્ટ્રોંગરૂમાંથી ચોરી થયા અંગેની ફરિયાદ નોધાવી હતી. તો ઇડર પોલીસે પણ બેંકના કોઈ પણ કર્મચારીઓ ચોરી કર્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. અને તપાસ તેજ કરીને પ્રાથમિક તપાસમાં બેંકના સીસીટીવી અને રોજમેળ સાથે બેંકના કર્મચારીઓની પૂછપરછ પણ કરાઈ છે. હાલના સંજોગોમાં એ પ્રસ્થાપિત થતું નથી કે ચોરી કોના મારફતે કરવામાં આવી છે એમાં કોઈના કોઈ બેંકનો કર્મચારી જ સંડોવાયેલો હોવાને લઈને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


કચ્છમાં અનોખો હિંદુ મુસ્લિમ એકતા દર્શાવતો મેળો, જેમાં સાથે બેસીને ભોજન કરે છે


ગ્રાહકોની રકમ સુરક્ષિત રાખતી બેંકમાં રૂ ૧૦ લાખ ગુમ થઇ જાય એ નવાઈની વાત છે. તે બેંકની ખામી કહો તો ખામી અથવા તો જાણી જોઇને કરવામાં આવેલી ચૂક લાગી રહી હોવાનું બનેલ બનાવને લઈને લાગી રહેલ છે. તો બેંકમાં સીસીટીવી કેમેરા તો લગાવેલા છે, પરંતુ સ્ટ્રોંગરૂમમાં કોઈ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. જેથી પોલીસે પણ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી પરંતુ સ્ટ્રોંગ રૂમમાં શું થયું તે પોલીસને કેમેરામાં જોવા ના મળ્યું અને હવે પોલીસે પણ ગુમ થયેલા રૂ ૧૦ લાખ શોધવા માટે બેંકના કમર્ચારીઓની પૂછ પરછ હાથ ધરી છે. તો ફરિયાદ કરનાર સીઈઓ પણ ફરિયાદ અંગે કઈ બોલવાનો ઇન્કાર કરી નિયામક મંડળ પર વાત ઢોળી દીધી હતી. ગ્રાહકોની વિશ્વાસુ બેંકમાંથી ગુમ થયેલ રૂ ૨૦૦૦ હજારની નોટોનું બંડલ કોણ લઇ ગયું એ સવાલ હજી અકબંધ છે તેને શોધવા હવે પોલીસે તપાસ તેજ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube