અમદાવાદ : બેંકમાં કોઈ પણ ખાતાધારકના એકાઉન્ટની માહિતી ગુપ્ત હોય છે. પરંતુ અમદાવાદનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંકે પતિના સહમતિ વગર તેના બેંક એકાઉન્ટની માહિતી તેના પત્નીને આપી છે. જેને કારણે ગ્રાહક અદાલત આ ભૂલને કારણે બેંકને 10000 રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અમદાવાદની જિલ્લા ઉપભોક્ત વિવાદ નિવારણ ફોરમે ઈન્ડિયન ઓવરસીઝ (IOB)ને કહ્યું કે, તે ખાતાધારકને 10,000 રૂપિયા વળતર આપશે. આ મામલો આઈઓબીની સરદાર નિગમ બ્રાન્ચનો છે. બેંકમાં ખાતુ ધરાવતા  દિનેશ પમનાનીએ તેમની પત્નીને પોતાની પરમિશન વગર બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપવાની વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી. 


શું છે આખો મામલો
પમનાનીએ અદાલતમાં દલીલ કરી કે, તેમની પત્ની સાથે તેમનો ફેમિલી કોર્ટમાં લગ્નેત્તર વિવાદ ચાલી રહ્યો છે અને તેમની પત્નીએ કોર્ટમાં પોતાના ફાયદા માટે મારા એકાઉન્ટની ડિટેઈલ આપી શક્તી હતી. તેમણે કહ્યું કે, બેંકના નિર્ણયથી તેમને ઘોર નિરાશા થઈ અને માનસિક પીડા પહોંચી.


પમનાનીને ગત વર્ષે 6 મેના દિવસે પોતાના ફોન પર મેસેજ મળ્યો કે, તેમના ખાતામાંથી 103 રૂપિયા કાપવામાં આવ્યા હતા. બે દિવસ બાદ જ્યારે તેમણે આ વિશે બેંકમાં માહિતી મેળવી તો માલૂમ પડ્યું કે, તેમનું બેંક સ્ટેટમેન્ટ કાઢવા માટે ચાર્જ લેવામાં આવ્યો છે. આ બેંક સ્ટેટમેન્ટ તેમની પત્નીને આપવામાં આવ્યું હતું. 


પમનાનીએ બેંકના આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે, તેમની પત્નીને તેમણે આવી કોઈ ઓથોરિટી આપી નથી. જેના આધારે તેઓ તેમના બેંક એકાઉન્ટમાંથી સ્ટેટમેન્ટ લઈ શકે. તેમણે ગ્રાહક ફોરમમાં આ વિશે બેંક પર સેવાઓમાં લાપરવાહી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. ગ્રાહક અદાલતે તેમની ફરિયાદ યોગ્ય માનીને બેંકના વળતર પેટે 10,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.