મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદની ઝોન 5 સ્કવોડએ કુખ્યાત બુટલેગર અને ખાખીના મિત્ર તરીકે ઓળખાતા એવા બંસીની ધરપકડ કરી. જોકે બંસીની પૂછપરછમાં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી. બંસી જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી 'જેક' ટેક્નોલોજી વાપરતો હતો. લીસ્ટેડ બુટલેગર બંસી મારવાડી  છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી 14 વાહનો સાથે ઝોન 5 સ્કવોડ એ તેની ધરપકડ કરી હતી. જેની તપાસ હવે ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં મેઘાણી નગર પીઆઇને સોપાઈ છે.


આ પણ વાંચો:- મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી, અમરાઈવાડી પોલીસે 42 ઇન્જેક્શન સાથે શખ્સને ઝડપી પાડ્યો


બંસી ખાખી વર્ધિનો સાથ મેળવી દારૂનો મોટો ધંધો કરતા તપાસમાં કોઈ ખામી ન રહે તે માટે અન્ય અધિકારીને તપાસ સોપાઈ છે. જોકે તેની પૂછપરછમાં સામે આવ્યું કે તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો. બંસી દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખતો. તે આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો હતો. આ રેકેટમાં સંકળાયેલા વિસેક લોકોના નામ તપાસમાં સામે આવ્યા છે.


ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર હોવાનું મનાય છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ જેવો બનવા તરફ આગળ વધી રહ્યો હતો અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં એકાદ બે એજન્સીનો પણ તેને સાથ મળતા તે મોટો વેપારી બની ગયો.


આ પણ વાંચો:- Ahmedabad: હનીટ્રેપ ગેગમાં સામેલ વધુ એક મહિલા પોલીસકર્મીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ


આ બધાની વચ્ચે બંસીને અનેક લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. બંસી અમદાવાદમાં દારૂનો માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી. પોલીસ કહે છે કે બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો. તે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો.


બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવ્યા દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યા છે જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.


આ પણ વાંચો:- વિદેશી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ગુજરાત મુખ્ય, કોરોના મહામારી વચ્ચે પણ સંખ્યામાં વધારો


બંસી અને તેના સાગરિતોને સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતો હતો. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.


જોકે પોલીસ બેડાની ચર્ચા મુજબ ખાખીના સાથ વગર આ રીતે મોટા બુટલેગર બનવું અશક્ય છે તેમ બંસી પણ અનેક બેઇમાન પોલીસના સાથથી જ આ ધંધામાં આગળ વધ્યો. જેવો તે પોલીસ પકડમાં આવ્યો તુરંત જ તેનો વધુ એક માલ સ્ટેટ મોનીટરીંગ સેલે કણભામાંથી પકડ્યો.


આ પણ વાંચો:- અમદાવાદના ગોધાવી પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે


લાખો રૂપિયાનો દારૂ પકડતા તેના ભાઈને તેણે આ કામ સોંપ્યું હોવાનું સામે આવતા હવે બંસી પર પણ વધુ કાર્યવાહી હાથ ધરી તેનું વર્ચસ્વ નાબૂદ કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ પાર પાડવા જ તપાસ અન્ય અધિકારીને સોંપી દેવાઈ. ત્યારે આવનારા સમયમાં આ લિકર માફિયા કેસમાં શું વધારે ખુલાસા થાય તે જોવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube