ઉદય રંજન/ અમદાવાદ: કુખ્યાત બંટી પાંડે ગેંગના સાગરિત મનોજ ગૌડને ગુજરાત ATSએ યુપીથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી મનોજ ગૌડ છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો. વર્ષ 2004માં યુપીની બંટી ગેંગે સુરતમાંથી NRI રાજેશ ભટ્ટનું ખંડણી માટે અપહરણ કરી હત્યા કરી હતી. ગેંગ દ્વારા હીરાની ડીલ કરવાના બહાને રાજેશ ભટ્ટને અમેરિકાથી સુરત બોલાવી અપહરણ કરી ખંડણી માગી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ બંટી ગેંગના સાગરિતોએ રાજેશ ભટ્ટની હત્યા કરીને નડિયાદ ચકલાસી રોડ પર લાશને ફેંકી દીધી હતી. આ ગુન્હાની તપાસ દરમ્યાન અગાઉ સુરત પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે બાતમીના આધારે ગુજરાત ATSએ મનોજ ગૌડને પકડી પાડ્યો છે અને સુરત પોલીસને સોંપી દીધો છે.


બંટી પાંડે ગેંગના (૧) સંજયસીહ કનોજીયા રહે.કન્નોજ યુ.પી., (૨) રાજેન્શ્કુમાર સિંગ, રહે આઝમગઢ યુ.પી.  (૩) લાલજી રહે, નોઇડા  વગેરેને પકડી પાડી ગુનો ઉકેલી દીધો છે. આજ ગેંગના ૧૪ વર્ષ થી નાસતા ફરતા આરોપી મનોજ કનૈયાપ્રસાદ ગૌડ (રહે. આઝમગઢ યુ.પી.)ને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે પકડીને સુરત પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.


વર્ષ 2004 એપ્રિલમાં અમેરિકાથી હીરા ખરીદવા માટે સુરત આવેલા એન.આર.આઈ. રાજેશ ભટ્ટેને યુ.પી.ની બંટી પાંડે ગેંગ દ્વારા હીરાની મોટી ડીલ કરવાના બહાને સુરત ખાતેથી ઉપાડી જઈ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ કરોડો રૂપિયાની માંગણી કરી હતી. અપહરણ દરમ્યાન ખંડણીની રકમ ચૂકવી દેવા માટેની રાજેશ ભટ્ટની જ ઓડીયો કલીપ બંટી પાંડે ગેંગ દ્વારા રેકોર્ડ કરી અપહુર્તની હત્યા કરી તેની લાશ નડિયાદ ચકલાસી રોડની બાજુમાં ફેંકી દિધી હતી. ત્યારબાદ અમેરિકા ખાતે રહેતા એના પરિવાર પાસેથી  કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. તેના આધારે સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ અંગે સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી.