BAPS એ કર્યું સેવાનું મોટુ કાર્ય, પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા
સેવા પરમો ધર્મના સૂત્રમાં માનતા ભારતીયો દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ સમસ્યા આવે ત્યારે મદદે પહોંચી જાય છે. હાલ આખા દુનિયાની નજર યુક્રેન રશિયા યુદ્ધ પર છે, ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદે ગુજરાતી સંસ્થા આવી છે. બીએપીએસ સંસ્થાના સ્વંયસેવકો યુક્રેન બોર્ડર તથા પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા છે. પોલન્ડ સુધી પહોંચી ગયેલા વિદ્યાર્થીઓને જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આ માટે બાપ્સના સ્વંયસેવકો પોલેન્ડ પહોંચી ગયા છે. તેમણે 1000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :સેવા પરમો ધર્મના સૂત્રમાં માનતા ભારતીયો દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ સમસ્યા આવે ત્યારે મદદે પહોંચી જાય છે. હાલ આખા દુનિયાની નજર યુક્રેન રશિયા યુદ્ધ પર છે, ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદે ગુજરાતી સંસ્થા આવી છે. બીએપીએસ સંસ્થાના સ્વંયસેવકો યુક્રેન બોર્ડર તથા પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા છે. પોલન્ડ સુધી પહોંચી ગયેલા વિદ્યાર્થીઓને જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આ માટે બાપ્સના સ્વંયસેવકો પોલેન્ડ પહોંચી ગયા છે. તેમણે 1000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા છે.
યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. વીડિયો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ વર્ણવી રહ્યાં છે. ભૂખ્યા તરસ્યા અનેક વિદ્યાર્થીઓ બંકરમાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓને કોઈ મદદ નથી મળી રહી. આવામાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા પોલેન્ડના સરહદ પર પહોંચી છે. યુક્રેન પોલેન્ડની સરહદ પર બાપ્સ સંસ્થાએ કામગીરી શરૂ કરી છે. બાપ્સ સંસ્થા મદદે પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા અપીલ કરી હતી. જેથી સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે.
બાપ્સ સંસ્થાના કાર્યકર્તા પેરિસ અને સ્વિત્ઝરર્લેન્ડથી મોબાઈલ કિચન વાન સાથે પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદ કરી હતી. બાપ્સ સ્વામીનારાયણ સંસ્થાએ લગભગ 800 થી 1000 વિદ્યાર્થીઓને મદદ કરી છે. તેઓને ભાવપૂર્વક જમાડ્યા હતા, તો સાથે જ તેમને અન્ય જરૂરિયાતો પણ પહોંચાડી હતી.
કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંફ આપીને બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને મદદ કરી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટેલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.