બોટાદ: BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું ઘેલો નદીમાં વિસર્જન કરાયું
બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.
રઘુવીર મકવાણા, બોટાદ: બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.
ગઢડામાં આવેલી ઘેલો નદીમાં પુરષોતમ ઘાટમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડા ઘેલો નદીમાં સ્નાન કરતા હતાં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉન્મત્ત ગંગાનું સ્થાન અપાયું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube