અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં એક લાખથી વધુ કાર્યકરો, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા...ત્યારે કેવો હતો આ કાર્યક્રમ?
ઝી બ્યુરો/અમદાવાદ: બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં એક લાખથી વધુ કાર્યકરો, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા...ત્યારે કેવો હતો આ કાર્યક્રમ?
- શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ
- અમદાવાદના આંગણે ઉજવાયો ઉત્સવ
- સેવા, સમર્પણ, નિષ્ઠાના કરાયા વધામણાં
- કાર્યકરોની સેવાને સલામ કરવાનો કાર્યક્રમ
- મોદી સ્ટેડિયમમાં ઉજવાયો મોટો મહોત્સવ
સેવા, સમર્પણ અને નિષ્ઠા જેમના લોહીમાં છે, એક આદેશ પર આખુ નગર ઉભુ કરી દેનારા અને એક આદેશ પર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા BAPS સંસ્થાના કાર્યક્રરોની સેવાને બિરદાવવા માટે કાર્યકરણ સુવણ મહોત્સવનું આયોજન અમદાવાદના આંગણે કરવામાં આવ્યું. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તો અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યેક્ષ હાજરી આપી હતી.
એક લાખથી વધુ કાર્યકરોથી ખીચોખીચ ભરેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમો યોજાયા. ભવ્યતિથી ભવ્ય લાઈટિંગ અને આતાશબાજી કરીને કાર્યકર સુવર્ણ મહોત્સવનો ખુલ્લો મુકાયો હતો. BAPSના વડા ગુરુ મહંત સ્વામીનું આગમન સૌને આકર્ષિત કરે તેવું હતું. એક રથમાં સવાર થઈને મહંત સ્વામી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા ત્યારે સૌ કોઈએ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામીનો જય જયકાર કર્યો હતો.
- અમદાવાદના આંગણે BAPSનો મહોત્સવ
- કાર્યકર સુવર્ણ મહોત્સવ બન્યો ઐતિહાસિક
- દેશ-વિદેશથી ઉમટ્યા એક લાખ કાર્યકરો
- PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા
- અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી
લોક સંસ્કૃતિ અને એક અલગ મેસેજ આપતાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં કરવામાં આવ્યું હતું. ખાસ લાઈટિંગે અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. કારણ કે આ લાઈટિંગ એક વિશેષ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. BAPSના કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણ ખરેખર અદભૂત છે. તેમની સેવાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ગમે તેવી વિકટ સ્થિતિ કેમ ન હોય પણ જ્યારે એકવાર BAPSનો કાર્યક્રમ મેદાનમાં ઉતરે છે ત્યારપછી તે પાછુ વળીને જોતો નથી.
ડિસેમ્બર-2022થી જાન્યુઆરી 2023 સુધી અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. જેમાં 80 હજારથી વધુ સ્વયંસેવકોએ પોતાના પુરુષાર્થ અને સમર્પણથી ઈતિહાસ રચી દીધો હતો. જેની નોંધી IIM જેવી પ્રતિષ્ઠીત સંસ્થાએ પણ લીધી હતી. આવા તો અનેક કામો છે જે દિવ્ય, ભવ્ય અને નવ્ય બનાવવામાં BAPSના હજારો કાર્યકરો પોતાના રાત દિવસ એક કર્યા છે. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવથી પણ મોટી અને તેનાથી પણ દિવ્ય મહોત્સવનું આયોજન કરીને ફરી એકવાર BAPS સંસ્થાએ પોતાની શક્તિનો પરિચય કરાવ્યો અને પોતાના કાર્યકરોની સેવાને ભવ્ય કાર્યક્રમના માધ્યમથી બિરદાવી.