આશ્કા જાની/અમદાવાદ: દેશ-વિદેશમાં BAPS સંસ્થામાં અનેક ભક્તો અને અનુયાયીઓ જોડાયેલા છે. ત્યારે અમદાવાદ શહેરના મધ્યમમાં આવેલ આંબલીવાળી પોળમાં પ્રમુખસ્વામીએ BAPS સંસ્થાની બાગદોર સંભાળી હતી, તે સ્થાનને BAPSનું સ્મૂતી મંદિર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહપુરની આંબલીવાળીની પોળમાં શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની અનેક યાદો જાડાયેલી છે. આ એ જ જગ્યા છે જ્યાં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને દીક્ષા આપી ચાદર ઓઢાડી હતી. વર્ષ 1907 થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ અહીંયા રહ્યા અને સભાઓ કરી છે. સાથે યોગીજી મહારાજ પણ અનેક વખત અહીં તેમને મળવા આવતા હતા. આ ત્રણે સંતોની યાદો અહીં જોડાયેલી છે, તેમની સ્મૂતીમાં અહીં મદિર તૈયાર કરવામાં આવ્યું છે.



આ પોળના 15થી 20 જેટલા રહીશોએ પોતાના મકાન દાનમાં આપ્યા છે. અહીં સભા હોલ, પાર્કિગ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મંદિર 27 માર્ચે જ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પોળનું અંદાજે 50 હજાર સ્ક્વેરફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું છે. 



મંદિરની રીનોવેશન અને રિકન્સ્ટ્રક્શન કરવાં આવ્યું છે. જેની ખાસિયત એ છે કે આ પોળના કલચર અને પરંપરા મુજબ આર્કિટેક્ચર તૈયાર કરાયું છે. જે 500 વર્ષ સુધી આ બાંધકામ અડીખમ જ રહે અને ખાસ સેન્ટ્રલ ચોક અને ઝરૂખા તૈયાર કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube