રાજ્યભરના તમામ વકીલોને શીસ્ત બાબતે બાર કાઉન્સીલ આપશે વિશેષ ટ્રેનિંગ
અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે. અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શીસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સીલ હવે રાજ્યભરના તમામ વકીલોને શીષ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે.
આશ્કા જાની/અમદાવાદ: અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે. અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શીસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સીલ હવે રાજ્યભરના તમામ વકીલોને શીષ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે.
બારને આશા છે કે વકીલોના સ્ટાનડર્ડમાં સુધારો આવશે અને તેના માટે ગુજરાત બાર કાઉન્સીલ પ્રથમ પહેલ કરી રહ્યુ છે. હાઈકોર્ટમાં વકીલોની ગેરવર્તુણકો બાબતે સુઓમોટો પીઆઈએલ લેવામાં આવેલી છે. તેમાં બાર કાઉનસીલે ગંભીરતાથી નોધ લઈ કોર્ટમાં એફીડેવીટ રજુ કરી છે. જેમાં વકીલોમાં લીગલ એજ્યુકેશન માટે શું પગલા લેવામા આવ્યા છે તે કોર્ટમાં મુકવામાં આવ્યુ છે. જેમાં જે નવા વકીલો આવી રહ્યા છે તેમને સનદ આપતા પહેલા શપથ લેવડાવાશે તેમના વકીલાતના પ્રોફેશનમાં કોર્ટમાં કઈ રીતે વર્તવુ કે વર્કીંગ કરવું તે બાબતના શપથ લેવડાવાના સાથે સાથે બે દિવસનો તાલીમ સેમીનાર પણ ફરજીયાત કરવામા આવનાર છે.
નિરવ મોદીના કરોડોના કૌભાંડ બાદ ગુજરાતના હિરા ઉદ્યોગમાં આવી ‘ઘાતક મંદી’
જેમાં તેણે કઈ રીતે વાત કરવી. પ્રોફેસનલ ઘટસ કેવી રીતે રાખવા, કન્ડક્ટ મીસકન્ટક્ટ વિગેરે બાબતે તેમને તાલીમ જજીસ અને સીનીયર વકીલો દ્વારા ટ્રેનીંગ આપવામા આવશે. જુના વકીલો માટે પણ સ્ટડી સર્કલ જીલ્લા લેવલે કોર્ટ પરિસરની અંદર જ વકીલોના સ્ટડી સર્કલને કાર્યરત કરવાનું નક્કી કરાયુ છે. જેમાં અઠવાડીયે કે પખવાડીયે જીલ્લાના સીનીયર એડવોકેટેસ દ્વારા અને ત્યાના ન્યાયધીશો દ્વારા તેમની પણ ક્લાસીસો લેવડાવામા આવશે.
પત્નીએ 9 વર્ષની દિકરી પર દુષ્કર્મ ગુજારી રહેલા નરાધમ પતિને રંગેહાથ ઝડપ્યો
જૂઓ LIVE TV....
વર્તુણક અને નવા નવા કાયદા બાબતે તેમને નોલેજ આપવામા આવશે. આથી જે કન્ટીન્યુસ લીગલ એજ્યુકેશન છે તેને સંપુર્ણ રીતે વકીલોમાં કાર્યરત કરાશે. અને તેમની વર્તુણકમાં પણ સુધારો થશે. અદાલતોમાં વકીલોની ગેરવર્તણૂકના કિસ્સાઓ મામલે હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધા બાદ બાર કાઉન્સિલે વકીલોને ઓથ અને તાલીમ આપવા બાબતે ઠરાવ કર્યો છે.