Bardoli Lok Sabha Chunav Result 2024:  આજે રાજકારણીઓ સાથે સાથે ભારતવાસીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થશે. ત્યારે સૌની નજર ગુજરાત પર મંડાયેલી છે કારણ કે ગુજરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. અહીં 26 સીટો પર ઉમેદવારો ભાગ્ય અજમાવ્યું હતું જેમાં સુરત બેઠક પહેલાં બિનહરિફ જાહેર થઇ ગઇ છે. હવે ગુજરાતીઓ સહિત આખા દેશની નજર આ 25 સીટો પર મંડાયેલી છે. ત્યારે છેલ્લી બે ટર્મથી વિજેતા બનેલા પ્રભુ વસાવાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. બારડોલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવાએ જીતની હેટ્રીક ફટકાર કે પછી ક્લિન બોલ્ડ થાય છે. તે આજે બપોર સુધી ખબર પડી જશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે પ્રભુ વસાવા
હવે તમને એક આછો પરિચય પ્રભુ વસાવા સાથે કરાવી દઇએ... બે વાર વિજેતા બનેલા પ્રભુ વસાવાને ભાજપે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા કર્યા છે. ત્યારે લોકોની નજર તેમના પર મંડાયેલી છે કે શું તે હેટ્રિક મારશે કે કેમ? પ્રભુ વસાવાનું સામાજિક વર્ચસ્વ મજબૂત છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં એક ઉત્તમ રાજકારણી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બારડોલી લોકસભા બેઠક પર બે લાખ 15 હજાર અને 447 મતોથી જીત મેળવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુ વસાવા મૂળ કોંગ્રેસી છે વર્ષો સુધી કોંગ્રેસમાં નેતાગિરી કર્યા બાદ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. પ્રભુ વસાવા માંડવીના ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય ગયા હતા. 


કોણ છે સિદ્ધાર્થ ચૌધરી
હવે વાત કરીએ સિદ્ધાર્થ ચૌધરીની. સિદ્ધાર્થ ચૌધરીનો જન્મ 21 જાન્યુઆરી 1977ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ અમરસિંહ ચૌધરી છે. અમરસિંહ ચૌધરી વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છે. જેમને કોંગ્રેસે બારડોલી બેઠક પર ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. સિવિલ ઍન્જિનિયર અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કરનાર સિદ્ધાર્થ ચૌધરી તાપી અને સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અમરસિંહ બી. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતા અમરસિંહ બી. ચૌધરીનું આદિવાસી સમાજમાં પ્રતિષ્ઠીત વ્યક્તિ તરીકે છાપ ધરાવે છે. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને અમરસિંહ ચૌધરીને ધૂળ ચટાડી હતી. 


સિદ્ધાર્થ ચૌધરીના દાદા પણ આદીવાસી સમાજના બહુમોટા નેતા હતા. 1990માં  અમરસિંહ ચૌધરી દરેક સરકારમાં તેઓ મંત્રી બનતા રહ્યા હતા અને આખરે 1985થી 1989 સુધી ચાર વર્ષ મુખ્ય મંત્રી રહ્યાં હતા પણ 1990ની ચૂંટણીમાં પ્રથમવાર હાર્યા હતા. 


બારડોલી બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન બાદ  બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી  બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે.  સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. તમને જણાવી દઈએ કે, બારડોલી લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિજરનો સમાવેશ થાય છે.


ભાજપ પાંચ લાખની લીડ મેળવી શકશે?
બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો, 2009 માં 57.80 ટકા, 2014માં 74.94 ટકા તો 2019 માં 73.89 ટકા મતદાન થયું હતું. જો 2024 ની વાત કરીએ તો, બારડોલી બેઠક પર આ વખતે 64.81 ટકા મતદાન થયું હતુ, એટલે કે ગત ચૂંટણી કરતા 9.8 ટકા ઓછુ મતદાન થયું. આ સિવાય આપણે બારડોલી લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો, વ્યારામાં 73.68 ટકા, નિઝર 79.64 ટકા, માંગરોળ 68.88 ટકા, માંડવી 74.58 ટકા, મહુવા 68.58 ટકા, કામરેજ 46.50 ટકા અને બારડોલીમાં 63.89 ટકા મતદાન થયું.