કિરણસિંહ ગોહિલ, બારડોલી: બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં નીકળી જ્યારે ગ્રામજનો ફૂલોથી શણગારેલી બસમાં અને પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યાં. પરિવારની સમાજલક્ષી પહેલ એ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત કરીએ કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના લગ્નની,સામાન્ય રીતે લગ્ન હિંદુ રીવાજ મુજબ થાય છે આ પરિવાર પણ હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરવા નીકળ્યો પણ લગ્નની રીત અનોખી હતી કેમકે ગ્રામજનો ફૂલોથી સણગાળેલી બસમાં સવાર હતા પરંતુ વરરાજા સહીત પટેલ પરિવારના ૨૪ સભ્યો રીક્ષામાં લગ્ન મંડપે પોહ્ચ્યા હતા  કેમકે એન.આર.આઈ પરિવારના દીકરાની ઈચ્છા હતી કે તેના લગ્નની જાન રીક્ષામાં જાય અને પરિવાર રીક્ષામાં જાન લઇ પોહ્ચ્યા. લગ્ન વૈભવી હતી પણ પટેલ પરિવાર દ્વારા સમાજ અને લોકોને એક મેસેજ આપ્યો હતો.


સાવધાન...ભૂલેચૂકે ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા- પ્લાસ્ટિક દોરીનો ન કરતા ઉપયોગ


ફૂલોથી સણગાળેલી બસ ઉભી હતી ,પરિવારના સભ્યો અને ગ્રામજનો સજીધજી ઉભા હતા અને કટારબંધ ૧૨ જેટલી રીક્ષા પણ ઉભી હતી.ત્યારે સવાલ એ થાય અમેરિકાના ટેક્સાસ શહેરમાં સ્થાયી થયેલા પટેલ પરિવારના દીકરાના લગ્ન હોય અને આટલી બધી રીક્ષા કેમ આવી પણ પટેલ પરિવારના દીકરાથી ઈચ્છા હતીકે તેની જાન વૈભવી ઠાઠ સાથે નહી પણ ઓટોરીક્ષામાં કાઢવામાં આવે પહેલા તો દીકરાની ઈચ્છા સામે પરિવાર મુજવણમાં હતું પરંતુ પછી પણ તેઓ પણ રીક્ષામાં બેસી લગ્ન મંડપ સુધી જવાનું નક્કી કર્યું અને પટેલ પરિવાર વરરાજા સાથે ૨૪ જેટલા પરિવારના સભ્યો ૧૨ રીક્ષા લઇ સાઈમંદિરથી ૫ કિલોમીટર દુર લેઉવા પાટીદાર વાડી ખાતે પોહ્ચ્યા હતા.


અનોખી જાનનો ખાસ જુઓ VIDEO...


અમદાવાદમાં દર પાંચમે દિવસે થાય છે હત્યા, મહિલા-વૃદ્ધો પર ધ્યાન આપશે પોલીસ


કામરેજના સેવણી ગામના વિઠલભાઈ પટેલ ના ઘરે લગ્નનો રૂડો અવસર હતો,કેમકે દીકરાના લગ્ન હતા,વરરાજાની માતા,પિતા, કાકા અને બેન બનેવી સહીત પરિવાર ના સભ્યો ભારે ઉત્સાહ ભેર લગ્નજાન માં જોડાયા હતા પરંતુ વરરાજા ની જાન કોઈ ઓડી કાર માં કે બી.એમ.ડબ્લ્યુ માં નહી પરંતુ ઓટો રીક્ષામાં લગ્ન મંડપે પોહ્ચતા વરરાજા આકર્ષક નું કેન્દ્ર બન્યા હતા.લોકો પણ વરરાજા ની સાદગી પર આફરીન હતા કેમકે ઈગ્લીસ લહેકામાં બોલતા વરરાજા એક સામાન્ય માણસ ની જેમ રીક્ષા લઇ લગ્ન કરવા નીકળ્યા હતા.પટેલ પરિવારમાં જેટલો ઉત્સાહ હતો એના કરતા વધારે ઉત્સાહ રીક્ષા ચાલકોમાં જોવા મળ્યો હતો કેમકે તેમને રોજગાર અને માન સમ્માન પરિવારે આપ્યું હતું. પટેલ પરિવારમાં દીકરાના લગ્નનો પ્રસંગ ઉત્સાહમાં ફેરવાઈ ગયો કેમકે પટેલ પરિવારે દીકરાના લગ્ન સાદગી થી  કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube