કિરણસિંહ/ સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં નાણાપંચ અંગે મળેલ સરપંચો બેઠકમાં વિખવાદ થયાની ચર્ચા ઉઠી હતી. મિટિંગમાં હાજર કેટલાક સરપંચોને વેક્સીન નહિ લે તો કામો ના વર્ક ઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન આપ્યું હતું. જો કે, આખો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં હાલ વેક્સીનેશન અંગે કામગીરી ચાલી રહી છે. ગત રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં મળેલ બેઠકમાં વિવાદ સર્જાયાનું બહાર આવ્યું હતું. ઘટના એ હતી કે બારડોલી તાલુકા પંચાયતમાં 15 માં નાણાં પાંચના આયોજન અંગે 30 થી વધુ ગામોના સરપંચો, ઉપ સરપંચોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ગામડાઓમાં વેક્સીનેશન ઓછું રહેતા અધિકારીઓ સરપંચો પર અકળાયા હતા. તેમજ વેક્સીનેશન કામગીરી યોગ્ય નહિ કરાય તો પંચાયતમાં કામોના વર્ક ઓર્ડર નહિ આપવાની વાત ઉઠી હતી.


આ પણ વાંચો:- માસ પ્રમોશનની ખુશી પણ ન ઉજવી શક્યો ધોરણ-12નો વિદ્યાર્થી, બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો


ગામડાઓમાં વેક્સીન નહિ તો કામ ના વર્કઓર્ડર નહીં. અધિકારીઓના આવા તઘલખી ચીમકીથી કેટલાક સરપંચો અકળાયા હતા અને પોતાના સોશિયલ મીડિયાને પેજ પર વાતો જાહેર કરી દીધી હતી. જો કે, સમગ્ર મામલે બારડોલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમને કંઈક આ રીતે જવાબ આપ્યો હતો.


આ પણ વાંચો:- રાજ્યમાં હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો, એપ્રિલના એક્સપોર્ટમાં ચળકતી તેજી જોવા મળી


બારડોલી તાલુકા પંચાયતમાં મળેલ સરપંચોની બંધ બારણે મળેલ બેઠક અને તેમાં દરવાજા બંધ કરી સરપંચોને આ રીતે ફરજ પાડવી અધિકારીઓ દ્વારા એ કેટલી યોગ્ય એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. બારડોલી તાલુકામાં વેક્સીનેશનની એકંદરે તંત્રની કામગીરીની વાત કરી એ તો માત્ર 45 ટકા જેટલીજ વેક્સીનેશનની કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં થઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube