રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં સેન્ટ્રલ જેલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. જેલની બેરેકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનું નામ સામે આવ્યું છે. સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો કેદીઓએ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે. 


એટલું જ નહીં, સેન્ટ્રલ જેલમાં સુપ્રીન્ટેન્ડેન્ટ બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આક્ષેપ લાગ્યો છે. હાલ સાતેય કેદીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યાં છે. 


આપઘાતનો પ્રયાસ કરનાર કેદીઓની યાદી:


  • હર્ષિલ લીંબાચિયા

  • અભિ આનંદ ઝા

  • માજીદ ભાણ

  • સલમાનખાન પઠાણ

  • સાજીદ અક્બર કુરેશી

  • સોહેબ કુરેશી

  • આકાશ વાડકે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube