રવિ અગ્રવાલ/વડોદરા: કોરોનાના બે વર્ષ પછી ગુજરાતમાં ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવાના એંધાણ મળ્યા હતા. પરંતુ જીએસટીના મુદ્દો ખેલૈયાઓના રંગમાં ભંગ કરી શકે છે. રાજ્યના મોટા શહેરોમાં નવરાત્રિનું મોટું આયોજન કરવામાં આવે છે, ક્યારે વડોદરામાં ગરબા આયોજકે ખેલૈયાઓ પાસે જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં યુનાઈટેડ-વેના ગરબા સૌથી વધુ પ્રખ્યાત છે. વડોદરામાં યુનાઈટેડ-વેના આયોજકોએ પાસનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પાસની કિંમત પર GST લગાવતા ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણે કે વડોદરાના વિશ્વ પ્રસિદ્ધ ગરબાને જીએસટીનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે ગરબાના પાસ મોંઘા થતાં હવે ગરબામાં જવું કે કેમ તે એક મુશ્કેલી હોવાનું કહી રહ્યા છે. તેમજ સરકાર આ બાબતે કઈંક વિચારે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ મોટો નિર્ણય લીધો છે.


ગરબા આયોજક મયંક પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીએસટી આયોજકો પોતે ચૂકવશે, ખેલૈયાઓ પાસેથી નહિ વસૂલાય. ગરબા એ કમાણીનું સાધન નથી, માંની આરાધનાનો પર્વ છે. સરકારને GST મામલે ફેર વિચારણા કરવા મયંક પટેલે અપીલ કરી છે. આરાધનાના પર્વમાં સરકારે GST વસુલવો ન જોઈએ. VNF ગરબામાં 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમે છે. જેમાં ગર્લ્સ માટે ગરબા રમવા માત્ર 200 થી 300 રૂપિયાનો પાસ હોય છે, જ્યારે બોયઝ માટે 1500 થી લઈ 2500 રૂપિયા ગરબા રમવા માટેનો પાસ હોય છે. 


ગરબાના તાલે ઝુમવા ખેલૈયાઓ તૈયાર છે, પણ આ વર્ષે ખેલૈયાઓને દરેક સ્ટેપ મોંઘા પડવાનો છે. કેમ કે GSTએ ગરબાને પણ બાકાત રાખ્યા નથી. ત્યારે વડોદરાના ગરબા આયોજકે મહત્વની જાહેરાત કરતા નવરાત્રીમાં આ વખતે સિઝન પાસમાં લગાવેલો 18% GST VNF ભરશે. ખેલૈયાઓ પાસેથી કોઈ જ વધારાનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.


ગરબામાં GST મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, GST કાઉન્સિલમાં નિર્ણય થાય છે. આ નિર્ણય 2017માં નિર્ણય થયો હતો. કોરોના કાળને કારણે લાગુ કરવામા આવ્યો ન હતો. ગરબામાં જ્યાં એન્ટ્રી ફી છે ત્યાં ટેક્સ લેવાની વાત છે. કોંગ્રેસ આ બાબતે અણસમજ ઉભી કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube