સરકારના નિર્ણયથી ખેલૈયાઓમાં ખુશખુશાલ! શું તમે જાણો છો આ વર્ષે ગરબામાં ક્યું સ્ટેપ છે ટ્રેન્ડિંગ?
કોરોના કાળ દરમિયાન છેલ્લા એક વર્ષથી તમામ તહેવાર ઉપર લોકોના આરોગ્યને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાનો કેસોમાં પણ દિવસે દિવસે ઘટાડો થયો છે.
જયંતિ સોલંકી/વડોદરા: રાજ્ય સરકાર દ્વારા આવનાર નવરાત્રિના તહેવારને સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે, જ્યારે મોટા ગરબા આયોજકોને ગરબા કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. વડોદરા શહેરના ખેલૈયાઓને પણ સરકારના નિર્ણયથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરા શહેરના ખેલૈયાઓ આવનાર નવરાત્રિને ગરબે ઘુમવા માટે ગરબાઓની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે.
કોરોના કાળ દરમિયાન છેલ્લા એક વર્ષથી તમામ તહેવાર ઉપર લોકોના આરોગ્યને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાનો કેસોમાં પણ દિવસે દિવસે ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં આવનાર નવરાત્રીના તહેવારને લઈને શહેરના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લે ગરબાના રસિકોએ અલગ અલગ સ્ટેપ ઉપર રમવા માટેની પ્રેક્ટિસ શરૂ પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ નવા ટ્રેડિંગ ચણિયાચોલી પહેરીને ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉત્સાહિત બન્યા છે, જ્યારે ન્યુ ટ્રેનિંગ મુવી પુષ્પારાજના સામે સોંગ ઉપર ગરબાની પ્રેક્ટિસ ખેલૈયાઓ કરી રહ્યા છે. એક અલગ જ નવા સ્ટેપ રમીને આ ખેલૈયાઓ દ્વારા ગરબા રમવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube