Ahmedabad News : અમદાવાદ એટલે ખાણીપીણીનું હબ. મોઢામાં પાણી લેવી દેતી અમદાવાદની ખાણીપીણીની રીલ્સ જુઓ એટલે તરત દોડીને જવાનું મન થઈ જાય. પરંતુ જો તે આ ખાણીપીણીના દિવાના છો, તો જાણી લેજો અમદાવાદમાં ક્યાં સારુ ખાવાનું મળે છે અને ક્યાં નહિ. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માર્ચ તથા એપ્રિલ મહિનામાં અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટ્સના ફૂડના  ફૂડના નમૂના લેવાયા હતા, જેમાંથી કેટલાક ફેલ નીકળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએમસી હેલ્થ વિભાગ દ્વારા માર્ચ અને અપ્રેલ મહિનામાં શહેરના વિવિધ ખાણીપીણી એકમોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા છે. જેમાં પનીર, ફરસાણ, પંજાબી સબ્જી સહિતના 9 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનુ સાહિત થયું છે.


ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને ચૂંટણી લડવા લીલીઝંડી મળી, મંજૂર કરાયું ફોર્મ 


કોના-કયા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા 


  • વિજય ફલોર ફેકટરી,દરિયાપુર - ભુંગળા

  • રસરાજ થાળ, સોલા - બટર

  • ફુડ ઈન રેસ્ટોરન્ટ, લાલદરવાજા - પનીર

  • પ્રાઈમ સાગર હોટલ, કાલુપુર - પનીર

  • ફુડ ઈન રેસ્ટોરન્ટ, લાલદરવાજા - મલાઈ

  • દીપ રેસ્ટોરન્ટ, સરસપુર - વેજ મન્ચુરીયન ડ્રાય

  • લીલીવાડી કાઠીયાવાડી ટેસ્ટ, નિકોલ - પનીર ચીઝ બટર મસાલા

  • ધ પોટેસ્ટ રેસ્ટોરન્ટ, નિકોલ - ટોમેટો સોસ 

  • શ્રી રામ ટ્રેડર્સ,વિરાટનગર - ફ્રાયમ્સ 


એપ્રિલ અને માર્ચ માહિનામાં
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનાના ફૂડ હેલ્થ વિભાગની 4 મહિનાની કામગીરીના આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીથી એપ્રિલ 12 સુધી શહેરમાં 861 ખાણીપીણીની ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા. જેમાં 861 પૈકી 22 નમૂના અપ્રામાણિત જાહેર થયા છે. તો 197 નમૂનાઓના પરિણામ હજી આવવાના બાકી છે. વિવિધ એકમના દૂધની બનાવટ, પનીર, ફરસાણ, તેલ સહિતની વસ્તુઓ અપ્રામાણિત જાહેર થઈ છે. 4 મહિના દરમ્યાન 569 નોટિસ ઈશ્યુ કરી 15 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલાયો છે. 


ગૌ માતાને પીરસાયો 2 હજાર કિલો તરબૂચનો મહાભોગ, ધોમધખતી ગરમીમાં ટાઢક આપે તેવું ભોજન