અમદાવાદ: ગુજરાત (Gujarat) માં સતત વધી રહેલા કોરોના સંક્રમણ કારણે ગુજરાત સરકારે ધુળેટી (Dhuleti) ના પર્વની ઉજવણી પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે આ વર્ષે રંગોનો તહેવાર ફીક્કો બન્યો છે. રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે. પોલીસ કમિશ્નર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના નોટિફિકેશનો કડક થાય તે માટે સવારથી ટીમો અલગ અલગ વિસ્તારોમાં નિકળી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, જમાલપુર જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મણિનગર રામજી મંદિર, વસ્ત્રાપુર સુરેલ એપાર્ટમેન્ટ, ખોખરા કમલ સોસાયટી, પરિશ્રમ સોસાયટી વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે. 


આજે તંત્રની મસમોટી ફૌજ મેદાનમાં ઉતારી છે, પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. 

ગુજરાતમાં જામ્યો ઉનાળો: જાણો ક્યાં કેટલું છે તાપમાન, એપ્રિલથી જોર ગરમીનું જોર વધશે


એમએમસી (AMC) દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. 


આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.એમએમસી (AMC) દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે અને આવતીકાલે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. 

કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ


આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.


અત્રે ઉલ્લખેનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય. 


પોલીસ કમિશનરનું જાહેરનામુ....
રસ્તા પર આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય
કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધાશે 
હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકશે
હોળી અને ધૂળેટીના દિવસે કોઈપણ કાર્યક્રમ આયોજિત નહિ કરી શકાય 
હોળી-ધૂળેટીના તહેવાર પર પોલીસનો સખત પહેરો રહેશે. પોલીસ બંદોબસ્તમાં 12 ડીસીપી, 15 acp સહિતનો સ્ટાફ રહેશે. તો સાથે જ Raf ની બે કંપની, srp ની કંપની તૈનાત રહેશે. સાથે જ સંવેદનશીલ જગ્યાએ ડીપ પોઇન્ટ મૂકાશે. પેટ્રોલિંગ પણ સઘન રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube