RTE માં એડમિશન કરાવવા એજન્ટ મળે તો સાવધાન, આ નંબર પર તાત્કાલિક ફોન કરજો
Agent For RTE Admission : આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. આવું તમારા ધ્યાન આવે તો તાત્કાલિક ફરિયાદ કરજો
RTE Adimission : જો તમારા ધ્યાનમાં એવી કોઈ ખાનગી વેબસાઈટ આવે છે, જેમાં રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ કન્ફર્મ એડમિશન અપાવવાની લાલચ આપવામાં આવે છે, તો સાવધાન થઈ જજો. આ પ્રકારની વેબસાઈટ પૈસા લઈને ઠગાઈ આચરે છે. આવી જ એક વેબસાઈટ સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જે કન્ફર્મ એડમિશનનું વચન આપતી હતી. રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ એજન્ટ રાજ વ્યાપી ચૂક્યું છે. RTEમાં એડમીશન અપાવવાના નામે એજન્ટો સક્રિય થયા છે. RTE CAFE નામની આ વેબસાઈટ તેનો પુરાવો છે. પરંતું RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ફરિયાદ કરી શકાશે.
RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ડાયરેક્ટ ફરિયાદ કરી શકાશે. આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. વાલી ખોટા પુરાવા આપીને પ્રવેશ કરાવશે તો કાર્યવાહી થશે. 22મી એપ્રિલ સુધી આરટીઈમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. કોઈની સાથે નાણાંની લેવડ-દેવડ ન કરવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. મનગમતી સ્કૂલમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી તેવુ પણ કહ્યું. હેલ્પલાઈન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.
સંકટમાં મૂકાય તેવી નવી આગાહીથી બચીને રહેજો, ગુજરાતની ધરતી રણની જેમ તપશે
આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. હેતલ સોની નામની વ્યક્તિ RTE CAFE નામની આ વેબસાઈટની સ્થાપક હોવાનું જણાવાયું છે. વેબસાઈટ પર એક યુવતીનો ફોટો પણ છે.
વેબસાઈટ પર ફોર્મ કન્ફર્મ કરાવવાથી લઈને શાળામાં એડમિશન અપાવવા સુધીની 100 ટકા ગેરન્ટી આપવામાં આવે છે. વેબસાઈટ પર દાવો કરાયો છે કે 6 વર્ષમાં એક પણ ફોર્મ રિજેક્ટ નથી થયું. મનગમતી શાળામાં એડમિશન કરાવવાની ફી પેટે ૩ હજાર રૂપિયાની પણ માગણી કરવામાં આવે છે. જો પ્રવેશ ના મળે તો 1800 રૂપિયા પરત આપવાનો પણ દાવો કરાય છે.
આ સમગ્ર બાબત સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શિક્ષણ અધિકારીનું માનીએ તો આ પ્રકારની વેબસાઈટ પર કરાયલા દાવા ખોટા છે. આ પ્રકારની લાલચમાં ન ફસાવવા અને લેભાગુ તત્વોથી દૂર રહેવા વાલીઓને અપીલ કરાઈ છે.
ગુજરાતની બે શહેરના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી
શિક્ષણ અધિકારીનું માનીએ તો સરકારે RTEમાં પ્રવેશ માટે કોઈ એજન્ટને માન્યતા આપી નથી. કોઈ પણ વચેટિયા પાસેથી ફોર્મ ન ભરાવવા પણ અપીલ કરાઈ છે. ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ વિનામૂલ્યે અપાય છે. આ માટે RTEની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડે છે.
સર્વ શિક્ષા અભિયાનના લોગોનો ઉપયોગ કરી પત્રિકાનું વિતરણ કરતી RTE CAFE વેબસાઈટની મુશ્કેલી વધી છે. શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. વેબસાઈટના સ્થાપક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આરોપી સામે સાયબર ક્રાઈમ સહિતના ગુના હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
27 વર્ષથી એક પણ રજા નહિ, એકપણ અકસ્માત નહિ, આવા ગુજરાતી ડ્રાઈવરને મળશે મોટું સન્માન
સામાન્ય રીતે આ પ્રકારની વેબસાઈટ એવા લોકોને નિશાન બનાવે છે, જેઓ વધુ ભણેલા નથી કે પછી નિરક્ષર છે. તેમની પાસેથી પૈસા લઈને ઠગાઈ કરવામાં આવે છે. ત્યારે શિક્ષણ મંત્રીએ આ પ્રકારના લોકોથી દૂર રહેવાની લોકોને અપીલ કરી છે. RTEને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો આ માટેની રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઈનની મદદ લઈ શકાય છે.
RTEમાં એડમિશનના નામે પૈસા ખંખેરતી આ પ્રકારની વેબસાઈટ અને એજન્ટોથી સાવચેત રહેવાની જરૂર છે. લાલચમાં આવીને વાલીએ પોતાના બાળકના ભાવિ અને પૈસા બંને મોરચે નુકસાન સહન કરવાનો વારો આવે છે.
આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો