Ahmedabad news : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ મિશન ઉપાડ્યું છે, તે છે અમદાવાદની સ્વચ્છ બનાવવાનું. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉકરડા. આવામાં હવે અમદાવાદની છબી બદલવા કોર્પોરેશને કમર કસી છે. ત્યારે એએમસીએ જાહેર શૌચાલકને પોસ્ટરો લગાવીને ગંદા કરતા લોકો સામે લાલ આંખ કરી છે. શૌચાલય પર પોસ્ટરો લગાવનાર લોકો સામે દંડ ઉઘરાવવાનું શરૂ કરાયું છે. ત્યારે આજ રોજ ખાડિયામાં AMC ના જાહેર પેશાબખાનામાં પોસ્ટર લગાવી ગંદકી ફેલાવતા અશોકભાઈ વ્યાસ નામના વ્યક્તિ પાસેથી ₹7,500 દંડ વસૂલાયો છે. સાથે જ એએમસીએ જણાવ્યું કે, હવેથી આ રીતે ગંદકી ફેલાવનાર પાસેથી સખત દંડ વસૂલવામાં આવશે જેની સૌએ નોંધ લેવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોસાયટી પાસેથી દંડ વસૂલાશે 
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.



આખા અમદાવાદમાં લાગશે કેમેરા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બ્રહ્માસ્ત્ર પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ શહેરના 80 લાખ લોકો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. શહેરના તમામ વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. અમદાવાદમાં 200 સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે અને ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. આ કેમેરા થકી જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે. આ કેમેરા જાતે જ શંકાસ્પદ વ્યક્તિ કે અગાઉથી જ અપલોડ કરાયેલા ડેટા આધારે આરોપીઓને ઓળખી કાઢશે. આ સિવાય ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે.