ગૌરવ દવે, રાજકોટ: એવી કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે. કંઇક આવું જ થયું છે રાજકોટમાં જ્યાં એક કા ડબલ આપવાની લાલચમાં લોકોને છેતરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ધાર્મિક વિધિના બહાને ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપતી આ ટોળકીએ રાજકોટના એક વ્યક્તિ સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આ ટોળકીને પકડી પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાની સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ એક ટોળકી દ્વારા ડબલ રૂપિયા આપવાની લાલચ આપીને ઘરે આવીને ધાર્મિક વિધિના નામે રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ ટોળકીની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે આજી ડેમ ચોકડી નજીકથી એક કારમાં સવાર આ ત્રણ શખ્સોને ધાર્મિક વિધિનો સામાન 11 લાખ રૂપિયા રોકડા પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.


એક-બે નહીં 25 વાર ધાકધમકી અને બળજબરીથી અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર


પોલીસ તપાસમાં આ ત્રણેય શખ્સોના નામ લતા ઉર્ફે માતાજી જીતયા, ઇમ્તિયાઝ સિંધી, આકાશ શર્મા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શખ્સો તેના અન્ય સાથી સલીમ, શાન્તુજી ઠાકોર, ભરત અને જીવાભા સાથે મળીને ધાર્મિક વિધિની આળમાં બમણાં રૂપિયા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી હતી.


સાવધાન! રાજ્યના 5 જિલ્લામાં કોરોના નથી, અમદાવાદ બાદ ટોપ 5 માં આ શહેરો


કઇ રીતે આચરતા છેતરપિંડી ?
પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા. જો કોઇ શિકાર તેના સકંજામાં આવી જાય તો તેના રૂપિયા ડબલ થઇ જશે તેવી લાલચ આપતા હતા. આ ટોળકી પહેલા ગ્રાહકને શોધતી હતી બાદમાં આ ટોળકી માતાજી પાસે મુલાકાત કરાવતી હતી અને માતાજી કહેશે તે પ્રમાણે વિધી કરવી પડશે તેવું કહીને તેના ઘરે લઇ જતી હતી.


બટાકા નહીં મળે તો શું ખાશે લોકો? ખેડૂતોના આ નિર્ણયથી બજારમાં નહીં જોવા મળે બટાકા!


જ્યાં જે તે વ્યક્તિને વિધી માટે બે મીટર સફેદ કાપડ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ગ્રામ ચવાણું, અઢીસો ગ્રામ પેંડા, બે પાણીની બોટલ, એક સીગારેટના પેકેટ, તૈયાર રાખવાનું કહેતા હતા. બાદમાં નક્કી થયા મુજબ જે તે વ્યક્તિના ઘરે આનંદ શર્માની ટેક્સીમાં માતાજી જતા હતા. ત્યાં પહોંચીને ઘરમાં વચ્ચે સફેદ કપડું રાખીને પહેલા તેમાં ગુલાબના ફુલો પાથરતા હતા અને પછી અગરબતી કરતા હતા અને જેટલા રૂપિયા ડબલ કરવા હોય તે ત્યાં મૂકીને તેને ચાંદલો કરતા હતા. પછી જે તે વ્યક્તિને એક વાસણ લાવવાનું કહીને થોડા સમય માટે બહાર જવાનું કહેતા હતા.


ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધર્યા 1100 સામુહિક રાજીનામા, જાણો શું છે સમગ્ર મામલો


જ્યારે ઘરની વ્યક્તિ બહાર જાય ત્યારે તે વાસણમાં ગુલાબ પાથરીને તેમાં થોડી નોટો છુટ્ટી મૂકીને સફેદ કલરનું કપડું ઢાંકી લેતા હતા. ઘરની વ્યક્તિને આ કપડું નહિ ખોલવા અને ચાર પાંચ દિવસ સુધી દરરોજ અગરબતી કરવાનું કહેતા હતા અને ફોન આવ્યા બાદ જ આ કપડું ખોલવાનું કહેતા હતા. આટલું કહીને આ ટોળકી રૂપિયા લઇને રફુચક્કર થઇ જતી હતી.


ગૌપ્રેમીએ જણાવી લમ્પી વાયરસની ભયાનક દાસ્તાન, ગામડે ગામડે મૃતદેહના ખડકલા


પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકીએ અત્યાર સુધીમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, થરાદ અને સુરતના વરાછા વિસ્તારમાં આ રીતે ૫૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જ્યારે ચાર સ્થળોએ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ તમામ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.


'દીકરી અસુરક્ષિત': ફોટોશૂટનું કહી સગીરાને લઇ ગયો હોટલમાં, યુવકે પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો


હાલમાં પોલીસ આ ટોળકીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી રહી છે અને આ ટોળકીએ સૌરાષ્ટ્રમાં અન્ય કોને કોને શિકાર બનાવ્યા તે દિશામાં પુછપરછ કરી રહી છે. જ્યારે આ ગેંગના બાકીના ફરાર શખ્સોની પણ શોધખોળ કરી રહી છે. આપ પણ થઇ જજો સાવધાન અને રહેજો ખબરદાર શોર્ટકટ્ટથી રૂપિયા કમાવવાની લાલચમાં ક્યાંક આવી ટોળકીના શિકાર ન બની જતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube