બુરહાન પઠાણ/આણંદ: જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે મીની વાવાઝોડુ ફુંકાતા અગાસ ગામની સીમ વિસ્તારમાં કેળાનાં થડ પડી જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે,અંદાજે 50 વિધાથી વધુ જમીનમાં કેળાનાં કાંસકી સાથેનાં થડ ભોંય ભેગા થઈ ગયા છે,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાતા અગાસ અને આસપાસનાં ગામોનાં સીમ વિસ્તારમાં કેળાનાં થડ કેળાની કાંસકીઓ સાથે ભાગીને ભોંય ભેગા થઈ જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે. ખેતરોમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને તૈયાર કેળાની લુમો કાપવાની તૈયારી હતી ત્યારે જ ફુંકાયેલા ઝડપી પવનનાં કારણે કેળાનાં થડ ધરાસાઈ જતા ખેડુતોને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.


રાજય સરકાર નુકશાનીનો સર્વે કરી ખેડુતોને આર્થિક સહાય આપે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube