ઝી બ્યુરો/વડોદરા: પાણીપુરી ખાવાના શોખીનો ચેતી જજો...નહીં તો તમારે પણ હોસ્પિટલના ખાટલા ભેગા થવું પડશે. વડોદરાના કરજણના નવા બજાર વિસ્તારમાં જલરામ ચોકડી પાસેની પાણીપુરીની લારી પરથી બાફેલા સડેલા બટેકા મળી આવ્યા, જ્યારે જૂના બજાર વિસ્તારમાંચાઈનીઝની લારી પરથી દૂષિત પાણી મળી આવ્યું. કરણજમાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્મેન્ટ ખાણી-પીણીની લારીઓ પર ચેકિંગ કરે તેવી માગ ઉઠી છે. કેમ કે વડોદરા જિલ્લો રોગચાળાના ભરડામાં છે ત્યારે લારીઓ પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. જો ચેકિંગ નહીં કરાય તો પાણીપુરી અને ચાઈનીઝનું વેચાણ કરતા લોકો આખા કરજણને રોગચાળાના ભરડામાં ધકેલી દેશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે પાણીપુરીના શોખીન છો? જો હા તો હવે થોડા સંભાળીને પાણીપુરી ખાવી જોઇએ. કારણ કે બહારના ભોજનમાં ફક્ત ભેળસેળ જ નહી પરંતુ કીડા-મકોડા પણ જોવા મળ્યા છે. સાંજે જ્યારે પણ તમે માર્કેટમાં નિકળો છો તો પાણીપુરીની લારી તમને જરૂર જોવા મળશે. પાણીપુરીના શોખ પોતાના જીભ ચટાકા પર કાબૂ રાખી શકતા નથી અને ફાટાફટ તે લારી પર ખાવા માટે પહોંચી જાય છે. 


જોકે આપણે ઘણીવાર પાણીપુરીના સ્વાદથી સંતુષ્ટ થતા નથી, પરંતુ તેમછતાં મન રાખીને ખાઇ લઇએ છીએ. હવે જ્યારે બીજીવાર તમે પાણીપુરી ખાવા જાવ તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખજો, કારણ કે લોકો પાણીપુરી ખાતી વખતે હાઇજીન જેવી વસ્તુઓ જોતા નથી. 


પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી
આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે. તેને તમારે ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જોકે આ ફોટા પર ઇન્ટરનેટ યૂઝર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખવું પડશે કે પાણીપુરી ખાતા પહેલાં તેની અંદર જરૂર જોઇ લો, ક્યાંક કોઇ કીડો તો ફરી નથી રહ્યો ને.