ઝી બ્યુરો/ અમદાવાદ: ખાવાના શોખીનો કંઇક નવું કરવામાં હંમેશાં દેશભરમાં જાણીતા છે. સુરત નહીં, પરંતુ અમદાવાદમાં મિઠાઇના વેપારીએ નવતર પ્રયોગ કર્યો છે. ખાવાના શોખીનો કંઇકને કંઈક નવું અને વૈવિધ્યપૂર્ણ શોધતા જ રહે છે. આ દિવાળીમાં ઘણી ખાસ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ આ દિવાળીએ 21,000 રૂપિયા પ્રતિ કિલો મીઠાઈએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસિયાઓએ એડવાન્સ બુકિંગ કર્યું
સૌથી મોંઘી મીઠાઈ અમદાવાદમાં બની છે. જી હા...દિવાળી પર અમદાવાદમાં પહેલીવાર સોનાની મીઠાઈ બનાવી છે. જેનું નામ "સ્વર્ણ મુન્દ્રા " રાખવામાં આવ્યું છે. જેનો એક કિલોનો ભાવ 21000 રૂપિયા છે. આ મીઠાઈ લેવા સ્વાદના રસિયાઓમાં પડાપડી જોવા મળી રહી છે.



સોનાના વર્ક વાળી મીઠાઈની ભારે બોલબાલા
દિવાળીમાં સોનાના વર્ક વાળી મીઠાઈની ભારે બોલબાલા રહેતી હોય છે. ત્યારે પ્રથમવાર અમદાવાદમાં સોનાની મીઠાઈનું વેચાણ થઈ રહ્યું છે. ‘24 કેરેટ સ્વર્ણ મુદ્રા’ નામની સોનાની મીઠાઈ અમદાવાદમાં વેચાઈ રહી છે, જેની કિંમત પણ 21,000 રાખવામાં આવી છે. અમદાવાદમાં ગ્વાલિયા દ્વારા આ સોનાની મીઠાઈ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ પ્રકારની મીઠાઈ વેચાય છે. 



આ મીઠાઈમાં બ્લૂ બેરી, બદામ અને પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મીઠાઈની ઉપર ગોલ્ડન વરખ અને એની અંદર ગોલ્ડનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે. અત્યારસુધી આ મીઠાઈ રાજસ્થાનના જયપુર અને જોધપુરમાં જ મળતી હતી. હવે અમદાવાદમાં પણ લોકોને જોવા મળશે.