રજની કોટેચા/ઉના: તાલાલા ઉના સહિત ગીર પંથકમાં આ વર્ષે કેરીનો સારો પાક આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. સીઝનની શરૂઆતમાં આંબા પર સારા પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં હર્ષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેરીની મહારાણી કેશર માટે કેરી રશિયા માટે સારા સમાચાર આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉના તાલાલા પંથકમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની ખેતી ખુબ મોટા પ્રમાણમાં થયા છે. જેને લઈને આ વિસ્તાર સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ગત વર્ષે પણ કેરીની સીઝન સારી ચાલી હતી. જેને કારણે ખેડૂતોને પણ સારા બજારભાવા મળ્યા હતા. ચાલુ વર્ષે પણ આંબામા પુસ્કળ પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે 


ગીરની કેસર કેરી વિશ્વવિખ્યાત છે. મોટેભાગે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવરિંગ થતું હોય છે. વર્તમાન સમયે સમયસરનું ફલાવરીગ શરૂ થયું છે. ત્યારે આ મોર બળી ન જાય તેનું ખેડૂતોએ ધ્યાન રાખવા માટે લીંબોળી નાં તેલનો આંબા પર છંટકાવ કરવો પડે છે. તો કેસરમાં આવતા વિવિધ રોગો જેવા કે, ભૂકીચારો, ફૂગ વગેરેને દૂર કરવા માન્યતા પ્રાપ્ત જંતુનાશક દવાનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ તેવું કૃષિ વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું.


વધુ વાંચો...રાજકોટ: ફુગ્ગા વેચનાર ફેરિયાની લારીમાં થયો બ્લાસ્ટ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત


ગત વર્ષે ઉના તાલાલા સહિત ગીર પંથકમાં અંદાજિત 12 લાખ કરતા પણ વધુ કેરીના બોક્સની આવક થવા પામી હતી. જેની સામે છેલ્લા 5 વર્ષના સવોત્તમ બજારભાવનો ખેડૂતોને મળ્યા હતા. જેને લઈને ખેડૂતોમાં પણ કેરીના પાકને લઈને આશાઓ વધુ ઉજળી બની હતી. ગત વર્ષે પ્રતિ 10 કિલોના 250 થી 550 સુધીના બજારભાવ મળ્યા હતા. જે ચાલુ વર્ષે પણ મળે તેવી શક્યતાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, સમગ્ર ગીર ની કેસર કેરીની વાત કરવામાં આવે તો ઉનાના ગરાળ,મોઠા, વિસ્તારની કેરીની ખૂબ માંગ વધવા પામી છે. 


તાલાલા પંથક કરતા 15 દિવસ વહેલી બજારમાં આવી જાય છે. અને મીઠાસ પણ અનેરી હોય છે. ત્યાર બાદ તાલાલા પંથકની કેરી અને છેલ્લે વંથલી વિસ્તારની કેરી બજારમાં આવે છે. આ વર્ષે કેરીના શોખીનો માટે સારા સમાચારએ છે કે સમયસર કેરી આવશે. અને સારા પ્રમાણમાં આવશે. તો બીજી તરફ અમુક આંબા ઓમાં અત્યારે પણ મોટી મોટી કેરીઓ આવી છે. જે ગ્લોબલ વોર્મિંગ તરફ ઈશારો કરે છે. ત્યારે બીજી તરફ આંબે આવેલ મોર વાતાવરણ અનુકૂળ રહેશેતો ખેડૂતો માટે શુભ સમાચાર બની રહેશે.