પ્રેમલ ત્રિવેદી/પાટણ: જ્વેલરીની દુકાનમાં જ ગ્રાહક બનીને ચોરી કરતી મહિલાઓ પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાઓ ગ્રાહક બની સોનીની દુકાને જાય અને સોનું ખરીદવાના બહાને ચોનાના દાગીના ચોરી કરીને ત્યાંથી પલાયન થઇ જતી હતી. પાટણ પોલીસે સિદ્ધપુરમાં છેલ્લા કેટલાક સમયથી સોનીની દુકાનોમાં ચોરીનો આતંક મચાવતી ગેંગ ઝડપી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધપુરમાં સોનીની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઇને સોનાના દાગીનાની ચોરી કરી હતી. અગાઉ ચોરી કરવા આવેલ મહિલા સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સિદ્ધપુરના બિન્દુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ગાડીને આંતરીને ગેંગને ઝડપી પાડી છે. 


ચોરી ટોળકીની ગેંગ સિદ્ધપુરમાં ફરી રહી હતી ત્યારે સીસીટીવી કુટેજના આધારે સોની વેપારી ઓળખી જતા કરી પોલીસને જારી તમામની ઘરપકડ કરી લેવામાં આવી છે. ગેંગમાં ચાર મહિલાઓ અને 2 પુરૂષો અમદાવાદના હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગની તપાસમાં અનેક ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.