વડોદરામાં કોરોના કેસના સત્તાવાર અને બિનસત્તાવાર આંકડામાં મોટો ફેરફાર
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. વડોદરામાં કોરોનાનો વધતો કહેર સરકારી આંકડાની પોલ ખોલી રહ્યો છે. બિનસત્તાવાર રીતે વડોદરામાં અત્યાર સુધી કોરોનાના 49 હજાર કેસ નોંધાયા છે. તો બિનસત્તાવાર રીતે અત્યારસુધી કોરોનાથી 1000 લોકોના મોત થયા છે. તો પાલિકાના સત્તાવાર આંક મુજબ, કોરોનાના 12033 કેસ છે. તો સત્તાવાર રીતે પાલિકાએ 199 દર્દીના જ મોત જાહેર કર્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા :સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. વડોદરામાં કોરોનાનો વધતો કહેર સરકારી આંકડાની પોલ ખોલી રહ્યો છે. બિનસત્તાવાર રીતે વડોદરામાં અત્યાર સુધી કોરોનાના 49 હજાર કેસ નોંધાયા છે. તો બિનસત્તાવાર રીતે અત્યારસુધી કોરોનાથી 1000 લોકોના મોત થયા છે. તો પાલિકાના સત્તાવાર આંક મુજબ, કોરોનાના 12033 કેસ છે. તો સત્તાવાર રીતે પાલિકાએ 199 દર્દીના જ મોત જાહેર કર્યા છે.
આ પણ વાંચો : દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું આજે પીએમ મોદી કરશે ઉદઘાટન
કોરોનાના દર્દીઓની સંખ્યા 12033 થઈ
વડોદરામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ 116 પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 12033 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં શહેરભરમાંથી લેવાયા 4409 સેમ્પલમાંથી 116 કેસ પોઝિટિવ છે. તો કોરોનાથી આજે વધુ 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કોરોનાથી 10170 દર્દી સાજા થયા છે. છેલ્લાં 24 કલાકમાં સરકારી ચોપડા મુજબ વધુ બે દર્દીના મોત નિપજ્યા છે. તો કુલ મૃત્યુ આક 199 છે.
આ પણ વાંચો : લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ
હોસ્પિટલમાં બેડ વધારાયા
વડોદરામાં કોરોના કેસનો સતત વધતો જતો આંકડો જોતા હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઈ છે. કોવિડ હોસ્પિટલોમાં 342 બેડ વધારાયા છે. તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી બેડની સંખ્યા 6042 થઈ છે. આમ, સરકારી હોસ્પિટલમાં 2 હજાર અને ખાનગી હોસ્પિટલોમાં 4042 બેડ તૈયાર કરાયા છે.